________________
૪૧૫
છે. “નિન્દા કેઈને પણ પસંદ નથી. એક અંગ્રેજ કવિ કહે છે કે – Nobody likes criticism, Everybody's shililing is worth 13d. Stinging criticism, even if it is justified, spoils human selations,' zuela નિન્દા કેઈને પણ પસંદ નથી. દરેક માણસને પિતાની વસ્તુની કિંમત અધિક છે “આકરા શબ્દ” જો કે તે સત્ય હોય તે પણ મનુષ્યના સંબંધને બગાડી નાંખે છે.
“નિન્દા” એ મનુષ્યના પરસ્પર સંબંધમાં વિષ રેડે છે, અથવા એ સંબંધમાં ઝેર ફેલાવવાનું કાર્ય કરે છે; તે પણ તેનાથી ભાગ્યે જ કોઈ બચી શકે છે. નિન્દાથી બચી શકનાર આ વિશ્વમાં ઘણું વિરલ છે પર નિન્દાથી બચવું એ ઘણું દુષ્કર છે, ભતૃહરિએ કહ્યું છે કે – નિમિમવા૨ા પરથા, ધમનમિતે નિવસતિ જેમાં બીજાને પરાભવ નથી, એવી પરકથા અકુલીન આત્મામાં કેવી રીતે સંભવી શકે ? મનુષ્યની પ્રાયઃ પ્રત્યેક વાતમાં બીજાને પરાભવ અને પિતાને ઉત્કર્ષ સારવાને ભાવ છુપાયેલું હોય છે. જે વાતમાં પરપરાભવ અને સ્વપ્રશંસા ન હોય, તે વાતમાં માણસને વધારે વખત રસ આવતો જ નથી, એ સ્થિતિમાં નિન્દાવૃત્તિથી બચવું કે તેનાથી છૂટવું એ શ્રી વીતરાગની કૃપા સિવાય શક્ય નથી. શ્રી વીતરાગની દયા જ તેનાથી છોડાવી શકે છે. બાકી તે લગભગ બધા જ તે વ્યસનમાં ફસાએલા છે અને એ કુવ્યસનના કલકે પરસ્પર અપ્રીતિ, પ્રષિ અને વિષાદની સળગતી જ્વાળામાં જળી રહ્યા હોય છે. એનાથી બચવાને