________________
૪૨૦
ભગવાન વીતરાગનું અવલંબન લેવામાં ન આવે, ત્યાં સુધી ભવવિરાગ અને સદ્ગુરુવચનસેવાદિ વિશિષ્ટ કાર્યો પાર પડી શકતાં નથી. કેઈપણ કાર્યની સિદ્ધિ માટે જેમ ઉપાદાન કારણેની આવશ્યકતા છે, તેમ નિમિત્ત કારણોની પણ અપેક્ષા રહે છે. સઘળાં નિમિત્ત કારણોમાં વીતરાગનું આલંબન એ સાચા ગુણેની પ્રાપ્તિમાં પ્રધાન નિમિત્તકારણ છે અને બીજાં બધાં નિમિત્તમાં ઉત્પાદક પણ વીતરાગ છે. તેથી ગુણ પ્રાપ્તિના વિષયમાં વીતરાગ એ સર્વ રીતિ મુખ્ય બની જાય છે. વીતરાગ સ્વયં કાંઈ આપતા કે લેતા નથી, તે પણ લેનાર કે પામનારને સાધનરૂપે વીતરાગ અને તેમનાથી ઊભા થયેલા આલંબને જ ઉપયોગમાં આવે છે; તેથી વીતરાગ એ સર્વ દષ્ટિએ સાચા ને પરમ ઉપકારી બની જાય છે.
(૭) . જય વીતરાગ” એ શબ્દથી પ્રારંભ થતું અને “ગામવમ” “ચંદ ” એ શબ્દોના અંત સુધીનું વીત. રાગની પ્રાર્થનાનું સૂત્ર “પ્રણિધાન સૂત્ર” એ નામથી પણ ઓળખાય છે. પ્રણિધાન” એટલે ચિત્તની એકાગ્રતા થયા સિવાય પ્રવૃત્તિમાં વેગ આવતું નથી. પ્રવૃત્તિમાં વેગ લાવવા માટે તથા પ્રવૃત્તિમાં આવતાં વિઘો ઉપર વિજય મેળવવા માટે “પ્રણિધાન –ચિત્તની એકાગ્રતાની અત્યંત આવશ્યક્તા. છે. એક જ વાતનું વારંવાર પ્રણિધાન થવાથી પ્રવૃત્તિ વેગવંતી બને છે, વિશ્વે જીતવાનું સામર્થ્ય પ્રગટે છે, અને