________________
૪૧૮
(૭) ‘શુભગુરૂજોગ. ’ ‘ શુભગુરુજ્યેાગ’ શુભ એટલે વિશિષ્ટ ચારિત્ર યુક્ત. ગુરુ એટલે આચાય, તેના ચાગ એટલે તેઓના સંબધ મને થાઓ ! આ સ‘સારમાં જ્યાં સુધી વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્ય'ના સબધ ન થાય ત્યાં સુધી મુક્તિના માર્ગ ઉપર જીવને પૂરેપૂરા ભરાંસે બેસી શકે નહિ. પરાક્ષ એવા મુક્તિ માગ ઉપર વિશ્વાસ બેસવા માટે મુખ્ય સાધન પ્રત્યક્ષ એવા ચારિત્રયુક્ત આચા જ છે. વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્યોની પરાપકારપ્રધાન ચર્ચા જોઈને લેાકેાને વિશ્વાસ બેસે છે, કે આવા જ્ઞાની અને સદ્ગુણી સત્પુરુષ જે જે પ્રવૃત્તિ કરે તે કદી નિષ્ફળ હાય નિહ, એટલું જ નહિં પણ તે નક્કી કોઈ મોટા ફળને આપનારી જ હાય. તેઓ જે ઉપદેશ આપે તે પણ કદી અહિતને ન હાય પણ હિતનેાજ હાય. એ રીતે વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્ય'ના સખ'ધથી એછા પ્રયત્ને મેક્ષમામાં મોટો લાભ થાય છે. તેમની ચર્ચાને જોવાથી માક્ષમાગ ની શ્રદ્ધા વધે છે, તેમના ઉપદેશને સાંભળવાથી માક્ષમાગ નું જ્ઞાન વધે છે અને તેમની સેવાને કરવાથી મેાક્ષપ્રાપ્તિને રોકનારાં કર્માં ખપે છે. વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાના સ'ખ'ધ એ આ સંસારમાં જેમ દુલ ભ છે, તેમ તેમનાં વચનની સેવા અને તેમની આજ્ઞાનુસાર વર્તન એ એથી પણ વધુ કઠીન છેઃ તેથી વીતરાગની પ્રાથનામાં સૌથી એલ્ટી માંગણી તેમનાં વચનની સેવાની છે.