________________
૪૦૮
વર્તો. હે ભગવન! તમારા સામર્થ્યથી મને સંસાર પ્રત્યે નિર્વેદ પ્રગટ, મેક્ષ માગે ચાલવાની શકિત પ્રાપ્ત થાઓ અને ઈષ્ટ ફલની સિદ્ધિ થાઓ, (૧)
હે પ્રભુ ! મને એવું સામર્થ્ય પ્રાપ્ત થાઓ કે જેથી મારું મન લેક નિંદા થાય એવું કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરાય નહિ, ધર્માચાર્ય તથા માતા પિતાદિ વડીલે પ્રત્યે પૂરેપૂરો આદર ભાવ અનુભવે અને બીજાનું ભલું કરવા માટે ઉજમાળ બને. વળી હે પ્રભે ! મને સગુરૂને વેગ સાંપડજો, તથા તેમનાં વચન પ્રમાણે ચાલવાની શકિત પ્રાપ્ત થશે. આ બધું જ્યાં સુધી મારે સંસારમાં પરિભ્રમણ કરવું પડે ત્યાં સુધી અખંડ રીતે પ્રાપ્ત થશે. (૨)
હે વીતરાગ ! તમારા પ્રવચનમાં જે કે નિયાણું બાંધવાનું એટલે કે ધર્મના બદલા તરીકે કંઈ માગવાનું વાર્યું છે, તેમ છતાં હું એવી ઈચ્છા કરું છું કે દરેક ભવમાં તમારાં ચરણની ઉપાસના કરવાને યોગ મને પ્રાપ્ત થશે. (૩)
હે નાથ ! તમને પ્રણામ કરવાથી દુઃખને નાશ થાય, કર્મને નાશ થાય, સમાધિપૂર્વક મૃત્યુ થાય અને સમ્યકત્વ સાંપડે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થજે. (૪)