________________
તમને સ્તવ્યા છે, તેથી હે દેવ ! હે મહાયશ ! હે પાર્શ્વજિનચંદ્ર! મને ભ ભવમાં તમારી બેધિતમારૂં સમ્યકત્વ આપો.” ૫
આ સ્તોત્ર અત્યંત ચમત્કારિક ગણાય છે, તેમાં અનેક ' મહત્વના મંત્ર અને યંત્રે પવવામાં આવ્યા છે. આ
તની બીજી ગાથામાં “વિસહર કુલિંગ' મંત્રનું બૃહચ્ચક-વિધાન નામનું સર્વસંપન્કર યંત્ર તથા ચિંતામણિ ચક નામનુ ચિંતવેલા કાર્યની સિદ્ધિ કરનાર યંત્ર ગોપવેલ છે.
આ સ્તંત્રની રચના વિષે નીચેની કથા પ્રચલિત છે. ભદ્રબાહ સ્વામીને વરાહમિહિર નામને એક ભાઈ હતું. તેણે જૈન દીક્ષા લીધી હતી, પરંતુ કેઈ કારણવશાત્ પાછળથી તે છોડી દીધી હતી અને જ્યોતિષ શાસ્ત્ર દ્વારા પિતાની મહત્તા બતાવી જૈન સાધુઓની નિંદા કરતે હતે. મરીને તે વ્યંતરદેવ થ, દ્વેષ બુદ્ધિથી તે જૈન સંઘમાં મહામારી (પ્લેગ જે રોગચાળ) ફેલાવવા લાગ્યા. પરંતુ ભદ્રબાહુ સ્વામીએ “ઉવસગ્ગહરં સ્તોત્ર’ બનાવી સંઘને મુખપાઠ કરવા કહ્યું અને તેથી તે ઉપદ્રવ દૂર થયું. ત્યારથી આ સ્તોત્ર પ્રચલિત થયું છે.
આ સ્તંત્ર ઉપર નાની મોટી અનેક વૃત્તિઓ રચાઈ છે. આ સ્તંત્રનું માહાસ્ય દર્શાવવાને માટે શ્રી જિનસૂરસૂરિએ પ્રિયંકરનૃપ કથા નામની એક સુંદર કથા આલે ખેલી છે. આ ક્ષેત્રનો મહિમા સમજવા માટે એ કથા ખાસ વાંચવા જેવી છે.