________________
૪૦૫ ઉવસગ્ગહરે તેત્રને અથ. જેઓ સઘળા ઉપદ્રવને દૂર કરનાર છે, ભકતજનને સમીપ છે, કર્મસમૂહથી મુકત થયેલા છે. જેઓનું નામસ્મરણ વિષધરો (સાપ) ના ઝેરને નાશ કરે છે તથા મિથ્યાત્વ આદિ દેને દૂર કરે છે અને જેઓ મંગળ તથા કલ્યાણનાં ધામ રૂપ છે, તેવા પાશ્વનાથને હું વંદન કરું છું. ૧
શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં નામથી યુક્ત) “વિસર કુલિંગ' નામના મંત્રનું જે મનુષ્ય નિત્ય રટણ કરે છે, તેના દુષ્ટગ્રહે, મહારોગો, મારી, મરકી વગેરે ઉત્પાત અને દુષ્ટ જવર શાન્ત થઈ જાય છે. ૨
તે મંત્રની વાત બાજુએ રાખીએ, તે પણ છે પાર્શ્વનાથ ! તમને કરેલે પ્રણામ બહુ ફલ આપનાર થાય છે. તેનાથી મનુષ્ય અને તિર્યચ-ગતિમાં રહેલા
જો કેઈપણ પ્રકારનું દુઃખ કે દુર્દશા અનુભવતા નથી. ૩
ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક શકિત ધરાવનારું તમારું સમ્યકત્વ પામવાથી જી સહેલાઈથી મુકિતપદને પામે છે. ૪
મેં આ પ્રમાણે ભકિતથી ભરપુર હૃદય વડે