________________
૪૦૦
સર્વમંગલમાં મંગળરૂપ, સર્વકલ્યાણના કારણું રૂપ અને સર્વધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈન શાસન
સદા જયવંતુ વતે છે.” પ્રણિધાન સૂત્રનો ભાવાર્થ. પ્રણિધાન સૂત્રની શરૂઆતમાં જ કરવીઘા! =Tre! એ શબ્દથી વીતરાગ પરમાત્માને વિજય ઈચ્છવામાં આવ્યું છે. “ હે વીતરાગ ! તારે વિજય થાઓ !” તારા વિજયમાં વિશ્વને વિજય છે. વીતરાગના વિજયમાં રાગાદિ દેને પરાજય છે અને દેશના પરાજયમાં જ વિશ્વને વિજય છે.
હે જગદ્ગુરૂ તારે વિજય થાઓ !” પ્રાણીઓને જગતનું યથાવસ્થિત સ્વરૂપ કહે તે જગદ્ગુરૂ કહેવાય છે. જેઓ પ્રથમ જગતના યથાસ્થિત સ્વરૂપને સ્વયં જાણે છે, તથા જ્ઞાન મુજબ દુનિયાને યથાવસ્થિત સ્વરૂપે બતાવે છે. તેઓ જ જગદ્ગુરુપદની પ્રાપ્તિને વેગ્ય બને છે. વીતરાગના વિજયમાં જેમ દેશે ઉપરને વિજય ઈરછાય છે, તેમ જગદ્ગુરુના વિજયમાં કેવળજ્ઞાન અને યથાર્થ ઉપદેશને વિજય ઈચ્છાય છે. યથાર્થ ઉપદેશ માટે કેવળજ્ઞાનની જરૂર છે અને કેવળજ્ઞાન માટે વીતરાગ ભાવની જરૂર છે જગદૂગુરુ પદથી કેવળજ્ઞાન અને યથાર્થ ઉપદેશ એ બે ગુણોનું ગ્રહણ થાય છે.સઘળાય અનર્થોનું મૂળ અજ્ઞાન છે. અજ્ઞાનથી ક્રોધાદિ દેષ, ક્રોધાધિ દેષથી હિંસાદિ અસત્ પ્રવૃત્તિ અને