________________
૩૭૮
भवजलनिधिपोतः सर्वसम्पत्तिहेतुः, स भवतु सततं वः श्रेयसे शान्तिनाथः, श्रेयसे पार्श्वनाथः॥१॥
એ પદ બેલીને કેઈ પણ ચૈત્યવંદન અથવા નીચેનું ચિત્યવંદન કહેવું.
જય ચિંતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી, અષ્ટ કર્મ રિપુ જીતીને, પંચમી ગતિ પામી. ૧ પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ; પ્રભુ નામે ભવ ભયતણાં, પાતિક સબ દહીએ ૨. ૩% હીં વણે જેડી કરી એ, જપીએ પારસનામ; વિષ અમૃત થઈ પરિણમે, લહીએ અવિચળ ઠામ. ૩.
ચેત્યવંદન કહ્યા પછી નીચે મુજબ “if" સૂત્ર કહેવું.
जं किंचि नामतित्थं, सग्गे पायाले माणुसे लोए । जाई निणबिंबाई, ताई सव्वाइं वंदामि ॥ १॥
અર્થ. સ્વર્ગ, પાતાળ અને મનુષ્ય લેકમાં જે કંઈ તીર્થો હોય અને જે જે જિનબિંબે હાય, તે સર્વેને હું વન્દન કરૂં છું.
આ સૂત્રમાં ત્રણ લોકોમાં રહેમાં સઘળાં તીર્થો અને સઘળાં બિંબને વન્દન કરવામાં આવ્યું છે. આ સૂત્રને શામાં “તીર્થવદનસૂત્ર' તરીકે ઓળખવામાં આવે છે. એ સૂત્ર કહી રહ્યા પછી નમુલ્યુઇ રાઉત્તર કહેવામાં આવે છે. શાસ્ત્રમાં એને ચૈત્યવંદનસત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહી શાસ્ત્રાનુસાર તેની વિશેષ વિચારણા કરીએ