________________
૩૭૭
ધ્યાનના પ્રારંભમાં અરિહંત અને હું, સિદ્ધ અને હું આચાય અને હું, ઉપાધ્યાય અને હું', તથા સાધુએ અને હુ', એવા દ્વૈતભાવ હાય છે. પણ ધ્યાનમાં પ્રગતિ થતાં એ દ્વૈતભાવ ભૂસાઈ જશે, મારા આત્મા જ અરિહંત છે. મારા આત્મા જ સિદ્ધ છે, મારે આત્મા જ આચાય છે, મારા આત્મા જ ઉપાઘ્યાય છે અને મારે આત્મા જ સાધુ છે, એવા અદ્વૈતભાવ ઉત્પન્ન થઈ આત્મતત્ત્વને સંપૂર્ણ સાક્ષાત્કાર થશે. કે જે ધમનું અ ંતિમ ધ્યેય છે, ચેાગના અંતિમ આદર્શ છે અને સાધનાનું અતિમ ફળ છે.
આ રીતે નવકાર મહામંત્રનું ધ્યાન, ચૈતન્ય અને આનંદથી ચરમ સીમાએ પહેાંચાડનારુ' છે. તેનાથી ખીજા અવાંતર લાભ સહેજે પ્રાપ્ત થાય તેમાં કાંઈ નવાઈ નથી. ચાગથી જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તે બધી મહામત્રના ધ્યાનથી પ્રાપ્ત થાય છે, કારણ કે મહામંત્રનું ધ્યાન એ શ્રેષ્ઠ પ્રકારના ચાગ છે.
* શ્રી મહામંત્ર નવકારને વિશેષ સમજવા અને આરાધવા માટે જુએ “મહામંત્રની સાધના' ૩૨૦ પૃષ્ઠના એ પુસ્તકમાં અનેક ઉપયોગી હકીકત રજૂ કરવામાં આવી છે.