________________
૩૭૬
ચિંતવવા. “ના રેવન્નાથા પદમાં પ્રિયંબુ સમાન નીલ વણેને ચિંતવવા અને “નમો છે સન્નાદુઈ પદમાં અંજન સમશ્યામ વર્ણો ચિંતવવા. આ અક્ષરે જ્યારે બરાબર સ્પષ્ટ અને સ્થિર દેખાય, તથા તેના રંગે બદલાઈન જાય, ત્યારે આપણું મન તેના પર સ્થિર થયું સમજવું. આ રીતે જ્યારે અક્ષરો પર મનની સ્થિરતા બરાબર થાય છે, ત્યારે એ અક્ષરોમાંથી પ્રકાશની રેખાઓ ફુટતી જણાય છે અને છેવટે તે અદ્ભુત તિર્મય બની જાય છે. અક્ષરને તિર્મય નિહાળતાં પરમ આનંદ આવે છે. અને આપણું હૃદયકમળ જે અધમુખ હોય છે, તે ઉર્ધ્વમુખ થવા માંડે છે.
પદસ્થધ્યાન પહેલાં પિંડસ્થધ્યાનને અધિકાર છે. એટલે અક્ષર ચિંતનને અભ્યાસ કરવા પૂર્વે આરાધકે અરિહંતાદિ પાંચે પરમેષ્ટિનું ઉપર જણાવેલા રંગે પ્રમાણે ધ્યાન ધરવું અને તેમાં ચિત્તવૃત્તિને તદાકાર બનાવી દેવી. અર્થાત તે વખતે તે તે મૂતિઓના દર્શન સિવાય બીજો વિચાર કે વિકલ્પ મનમાં ઉઠવા દે નહિ. અરિહંત ભગવાનનું ધ્યાન અષ્ટ મહાપ્રાતિહાર્યથી યુક્ત કરવાનું છે. તે લયમાં રાખવું. અભ્યાસની શરૂઆતમાં મને વૃત્તિ અલ્પ સમય સુધી જ સ્થિર થશે, પરંતુ અભ્યાસ જેમ જેમ વધતું જશે તેમ તેમ તે વધારે સમય સુધી સ્થિર થશે અને તેટલે વખત અપૂર્વ આનંદસાગરમાં મહાલતા હોઈએ, એવો અનુભવ થશે.