________________
૩૯૪
ઉત્તર ઉત્તર પૂર્વ પૂર્વનાં ફળભૂત છે. અભય-ધતિનું ફલ ચક્ષુ-શ્રદ્ધા છે. ચક્ષુ-શ્રદ્ધાનું ફળ માર્ગ-સુખા છે. માર્ગ–. સુખાનું ફળ શરણું–વિવિદિષા છે. શરણ–વિવિદિષાનું ફળ બેધિ-વિજ્ઞપ્તિ છે. એ પાચેને ભગવાન આપે છે. કારણ કે ભગવાન ગુણપ્રકર્ષવાન, અચિત્ય શક્તિમાન તથા સર્વથા પરાર્થરસિક છે.
હવે તેતવ્ય સમ્પદાની વિશેષ ઉપગ સસ્પેદા કહે છે. - ઘHચા –ધમને દેનારા. શબ્દથી અહીં ચારિત્રધર્મ લેવાને છે. તે બે પ્રકાર છે. સર્વવિરતિરૂપ યતિધર્મ અને દેશવિરતિરૂપ શ્રાવકધર્મ. એ બંને પ્રકારને ધર્મ ભગવાનથી જ પ્રાપ્ત થાય છે. ધર્મપ્રાપ્તિમાં બીજા પણ કારણે છે, કિન્તુ પ્રધાન કારણ ભગવાન જ છે. ભગવાનના અભાવે બીજા બધા કારણે સ્વિકાર્ય સાધવા માટે સમર્થ નથી અથવા ધર્મપ્રાપ્તિના સર્વ હતુઓના ઉત્પાદક ભગવાન છે તેથી પણ ભગવાન પ્રધાનહેતુ છે.
મણિયા-ધર્મનો ઉપદેશ કરનારા, પ્રસ્તુત ધર્મને રેગ્યતા મુજબ અવધ્યપણે ઉપદેશનારા. જેમકે –“સળગતા ઘરના મધ્ય ભાગ સમાન આ સંસાર છે. શરીર વિગેરે દુઃખનું નિવાસસ્થાન છે. વિદ્વાન આત્માઓએ આ સંસારમાં પ્રમાદ કરો ચોગ્ય નથી, આ મનુષ્ય અવસ્થા અતિદુર્લભ છે, એમાં