________________
૪૦૧
કાળમાં સિદ્ધ થશે અને જે સાંપ્રતકાળમાં વતે છે, તે સર્વેને ત્રિવિધે–ત્રણે પ્રકારે, (મનથી ધ્યાન કરવા વડે, વચ નથી સ્તુતિ કરવા વડે અને કાયાથી વન્દન કરવા વડે) હું વન્દન કરૂં છું.
શક્રસ્તવ (નમુત્થણું) સૂત્ર કહ્યા પછી નીચે મુજબ જાવંતિ ચેઈઆઈ” સૂત્ર કહેવામાં આવે છે. जावन्ति चेइयाई, उड्ढेअ अहेअ तिरिअलोए अ। सव्वाई ताई वंदे, इह संतो तत्थ संताई ॥१॥
અર્થ –ઉર્વલક, અલેક અને મનુષ્યલેકમાં જેટલાં પણ ચ-જિનબિંબ હોય, તે સર્વને અહી રહ્યો છતે ત્યાં રહેલાં હું વન્દન કરું છું. આ સૂત્રમાં સર્વ ચૈત્યને વંદન કરવામાં આવ્યું છે.
તેથી તેને “સર્વ ચૈત્યવંદનસૂત્ર કહેવામાં આવે છે.
જિનપ્રતિમા આત્મબેધ માટેનું એક અગત્યનું સાધન છે. તેના પ્રત્યેની નિઃસીમભકિત આ સૂત્ર વડે પ્રદર્શિત કરાય છે.
ત્યાર પછી એક ખમાસમણ આપી નીચે મુજબ જાવત્ત કે વિ સાહૂ સૂત્ર કહેવામાં આવે છે.
जावन्त के वि साहू, भरहेरवय महाविदेहे य । सव्वेसि तेसि पणओ, तिविहेण तिदंडविरयाण ॥१॥
ભરત, અરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા જે કઈ સાધુ મન, વચન અને કાયાથી સપાપ પ્રવૃત્તિ કરતા નથી,
ધ-૨૬