________________
૪૦૨
કરાવતા નથી. તેમજ કરતાને અનુમોદન આપતા નથી, તેમને હું વાંદું છું.
આ સૂત્રમાં સર્વ સાધુઓને વન્દન કરવામાં આવ્યું છે. તેથી તેને સર્વસાધુ વન્દન સૂત્ર' કહેવાય છે.
શ્રી જિનેશ્વર અને જિન પ્રતિમાઓની જેમ સાધુઓ પણ આત્મપ્રબંધ થવામાં અતિ ઉપકારક છે. તેમના પ્રત્યેનું સન્માન, તેમના પ્રત્યેની પૂજ્યબુદ્ધિ અને તેમના પ્રત્યેની અંતરંગ ભકિત મનુષ્યમાં રહેલા કુસંસ્કારને દૂર કરવામાં અને ચારિત્રની ખીલવણી કરવામાં પ્રબલ નિમિત્ત છે. તેથી તેમને વંદન કરવામાં આવ્યું છે. દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણેની ઉપાસના મોક્ષમાર્ગમાં એક સરખી જરૂરી છે.
આ સૂત્ર કહ્યા પછી “નરોતસિદ્ધાવાવાધ્યાયસાધુચા એ સૂત્રના મંગલાચરણ પૂર્વક સ્તવન બોલવાનું હોય છે.
આ સૂત્રમાં અરિહંત, સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમસ્કાર કરવામાં આવ્યું છે.
સ્તવન દીઠી હે પ્રભુ ! દીઠી જગગુરુ તુજ, મૂરતિ હે પ્રભુ! મૂરતિ મેહન વેલડી ; મીઠી હે પ્રભુ! મીઠી તાહરી વાણી, લાગે હે પ્રભુ ! લાગે જેસી શેલડી જી. ૧