________________
૩૯ર ભય. તિર્યંચાદિથી ભય તે પરલોક ભય. ચારી લુંટફાટાદિને ભય તે આદાનભય. આગ-જળ-પ્રલયાદિને ભય તે અકસ્માતૃભય. કુટુંબાદિની આજીવિકાના નિર્વાહને ભય તે આજીવિકાભય. આયુષ્ય પૂર્ણ થવાને ભય તે મરણ ભય. અને યશ કીતિ ચાલી જવાને ભય તે અશ્લાઘાભય–અપ યશસય. તેનાથી પ્રતિપક્ષ તે અભય. આત્માનું વિશિષ્ટ સ્વાથ્ય-અન્ય કે જેને ધૃતિ કહે છે. તે ધર્મ ભૂમિકાનું કારણભૂત, “અભય” તેને ભગવાન આપે છે. કારણ કે અરિહંત ભગવંતે ગુણના પ્રકર્ષને પ્રાપ્ત થયેલા હોય છે, અચિન્ય શકિતથી યુકત હોય છે તથા સર્વથા પરાર્થ–પરોપકાર કરવામાં રકત હોય છે.
વરવુથા-ચક્ષુ આપનારા, તત્ત્વધના કારણભૂત વિશિષ્ટ આત્મધર્મને ચક્ષુ કહેવાય છે, બીજાઓ તેને શ્રદ્ધા કહે છે. ચક્ષુ વિહીનને જેમ વસ્તુતવનું દર્શન થતું નથી. તેમ શ્રદ્ધારૂપી ચક્ષુથી રહિતને પણ કલ્યાણુકર વસ્તુતત્વનું દર્શન થતું નથી. આ શ્રદ્ધા ધર્મકલ્પ વૃક્ષના અવય–બીજભૂત છે અને તે ભગવાનથી જ પ્રાપ્ત થાય છે માટે ભગવાન તેના આપનાર છે.
મા -માર્ગને આપનારા. વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવનાર સ્વાભાવિક ક્ષપશમવિશેષને માર્ગ કહેવાય છે. બીજાએ તેને “સુખા' કહે છે. આ “સુખા– વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવનાર પશમ વિશેષ,