________________
૩૮૨
સસ્પદ છે “આઈગરાણું ” ઈત્યાદિ બીજા ત્રણ આલાપકની
ઘહેતુ-સ્તુતિ કરવાના સામાન્ય કારણ જણાવનારી સંપદા છે. “પુરિસરમાણું” ઈત્યાદિ બીજા ચાર આલાપકની વિશેષહેતુ સ્તુતિ કરવાના વિશેષ કારણે જણાવનારી સભ્યદા છે, “લગુત્તમાશું” ઈત્યાદિ બીજા પાંચ આલાપકની ઉપયોગ અર્થાત તેતવ્ય સમ્પદાને ઉપગ જણાવનારી સભ્યદા છે, “અભયદયાણું” ઈત્યાદિ બીજા પાંચ આલાપકની તર્ધાતુ -ઉપગસમ્પદાના હેતુને જણાવનારી સંપદા છે, “ધમ્મુદયાણું ઈત્યાદિ બીજા પાંચ આલાપકની સવિશેષેપગ ઉપયોગ સંપદાના વિશેષ હેતુ જણાવનારી સસ્પદા છે. અપ્પડિહાવરનાણદંસણધરાણું” ઈત્યાદિ બીજા બે આલાપકોની સ્વરૂપ-સ્તુતિ કરવા લાયક અરિહંતનું સ્વરૂપ જણાવનારી સસ્પદા છે. જિસુણે જાવયાણું' ઈત્યાદિ -બીજા ચાર આલાપકેની નિજસમફલદ અપર નામ આત્મતુલ્ય-પરફલકત્ત્વ નામની આઠમી સસ્પદા છે. સલ્વનૂર્ણ” ઈત્યાદિ છેલ્લા ત્રણ આલાપકેની પ્રધાન ગુણપરિક્ષય-પ્રધાનલાપત્યભયસમ્મદ અથવા “મેક્ષ -નામની નવમી સમ્પદા છે. - એ રીતે નવ સમ્મદા, તેત્રીસ આલાપક-પદ અને ૨૯૭ વર્ણ–અક્ષરથી યુક્ત શ્રીશકસ્તવ ભાવજિનેશ્વરના સદ્ભુત ગુણેને સાચો ખ્યાલ આપે છે. તેથી ચૈત્યવન્દનામાં તેને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. તેના અર્થનું વિશેષ સ્પષ્ટીકરણ હવે અહીં રજુ કરવામાં આવે છે.