________________
૩eo
જે સ્યાદ્વાદ એટલે અનેકાંતવાદના રંગથી રંગાયેલે હોય અને જે હંસની પેઠે શમરસમાં ઝીલનારો હાય, જે શુભ પરિણામનાં નિમિત્તોને શોધનારે હેય અને બધાં અશુભ કર્મોને છેડના હોય, તે જ પુરુષ પંચપરમેષ્ઠિની સાધના-આરાધના સારી રીતે કરી શકે છે.
સાધનાની શરૂઆતમાં જ સર્વ કેઈ સાધકેમાં આ બધા ગુણે હવા સંભવિત નથી, અને સાધનાની શરૂઆતમાં જ શાસ્ત્રકારો સૌ કોઈને માટે એ આગ્રહ રાખતા પણ નથી. કારણ કે ઉપર જે લક્ષણે બતાવવામાં આવ્યાં છે, તે સંપૂર્ણ લક્ષણે જે જીવનમાં પ્રગટ થયાં હોય, તે પછી ધ્યાન કરવાની જરૂરીઆત જ રહેતી નથી. માટે તાત્પર્ય એ છે કે ઉપરના ગુણેને પ્રાપ્ત કરવાનું પ્રત્યેક સાધકનું દયેય અવશ્ય હોવું જોઈએ. નિશ્ચયદષ્ટિને હૃદય સમક્ષ રાખીને યથાશક્તિ શક્યમાં જે શુભ પ્રવૃત્તિ થાય છે, તે અવશ્ય ફળદાયક બને છે. સંપૂર્ણતાના લક્ષ્યપૂર્વક જે કંઈ સમ્પ્રવૃત્તિ થાય છે, તે બીજમાંથી કુટેલા અંકુરાને સ્થાને છે. બીજમાં રહેલી વૃક્ષ થવાની શક્તિને પ્રગટવાને પ્રારંભ અંકુરો ફૂટવાથી થાય છે. આ પ્રાથમિક અવસ્થા અંકુરારૂપ છે અને પૂર્ણતા વૃક્ષરૂપ છે. સાધકમાં ઉપર કહ્યા તે સંપૂર્ણ નહિ, પણ અંકુરા જેટલા ગુણે તે પ્રગટેલા હોવા જોઈએ. એટલી ગ્યતા પ્રગટયા પછી અનુકૂળ હવા, પાણું, વાડ, રક્ષણ, આદિની સહાયતાથી અંકુર વૃક્ષનું રૂપ ધારણ કરે છે, તેમ પ્રસ્તુતમાં અંકુરા જેટલા