________________
મહામંત્ર નવકારનું ધ્યાન. જાપ પછી ધ્યાનથી ચગ્યતા આવે છે, કારણ કે –
(૧) જાપનું અનુષ્ઠાન યમ-નિયમ પૂર્વક કરવાનું હોય છે, તેથી તેમાં ચમ-નિયમ સિદ્ધ થાય છે.
(૨) નિયત જાપ પૂરો કરવા માટે લાંબા સમય સુધી એક આસને સ્થિર બેસવું પડે છે, તેથી આસનસિદ્ધિ પણ થાય છે.
(૩) જાપમાં ચત્ર મારતત્ર મહએ નિયમથી પ્રાણાયામ પણ થઈ જાય છે.
(૪) જાપ કરતી વખતે ઈન્દ્રિ અને મન વિષમાંથી સારી રીતે વિરામ પામે છે, તેથી પ્રત્યાહારને પણ અભ્યાસ થાય છે.
(૫) જાપ વખતે મનની વૃત્તિઓને પ્રવાહ એક નિશ્ચિત ધ્યેયમાં વહે છે, એટલે ધારણા પણ વિકાસ પામે છે.
આ રીતે જાપના અનુષ્ઠાનથી યમનિયમાદિ પૂર્વ અંગે સિદ્ધ થાય છે અને તેથી ધ્યાન માટેની ચગ્યતા આવે છે. જેમણે મંત્ર સિદ્ધિના ભકિત, શુદ્ધિ, આસન, ધારણા, મુદ્રા, વગેરે સેળ અંગ માન્યાં છે, ત્યાં પણ ચૌદમું સ્થાન જપને, પંદરમું સ્થાન ધ્યાનને અને સોળમું સ્થાન સમાધિને આપ્યું