________________
મહામંત્રની સાધનાથી થતા લાભ
સામાન્ય ફળ–સાધનાના ક્રમ પ્રમાણે સાધના કરવાથી શારીરિક રે વગેરે ઉત્પન્ન થતા નથી અને થયેલા ગાદિ દે વિનાશ પામે છે.
મધ્યમ ફળઃ–મહામંત્રની સાધનાનું બળ વધવાથી જગત સાધકને અનુકૂલ વતે છે. તેનું અંતઃકરણ અને વિચારે પવિત્ર અને શુદ્ધ બને છે, વચન આદેય બને છે. અને શુભ ભાવેની વૃદ્ધિ થાય છે.
ઉત્તમ ફળ –આ સાધનાના પ્રતાપે અપૂર્વ આત્મિક આનંદને અનુભવ થાય છે. મન પ્રફુલ્લિત બને છે. સંતોષ નવૃત્તિ પ્રગટે છે. કામ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષાદિ ઉપતાપ કરનારા કલેશકારી ભાવે નબળા પડે છે. ભાવનાદિ ગુણોની વૃદ્ધિ થાય છે અને ધૈર્ય, ઔદાર્ય ગાંભીર્યાદિ ભાવ ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે.
ઉત્તમોત્તમ – આ જગતમાં સર્વોત્તમ ફળ હોય તે એક જ છે અને તે “વિશ્વકલ્યાણની પરમોચ્ચ ભાવના શ્રીપરમેષ્ટિની સાધનાનું આ શ્રેષ્ઠતમ ફળ સાધક સાધનાથી મેળવી શકે છે. અર્થાત્ શ્રીપરમેષ્ઠિની સાધના સાધકને પરમેષ્ઠિ બનાવે છે, સર્વશ્રેષ્ઠ બનાવે છે, જગત-પૂજ્ય બનાવે છે અને ક્રમે કરી સર્વકર્મથી મુકત બનાવી પારલૌકિક સર્વશ્રેષ્ઠ ફળ તરીકે સિદ્ધિપદ અપાવે છે.