________________
૩૬૭
સાધનાનાં માર્ગમાં પ્રારંભથી માંડી છેવટ સુધી જે. કાંઈ વિકાસ થાય છે તે દેવ-ગુરુની કૃપાનું જ ફળ છે. એવી શ્રદ્ધા સાધકને અવશ્ય સંપૂર્ણ બનાવે છે. પરંતુ આ તે મારા પ્રયત્નનું ફળ છે એ પ્રકારે “ક” ને આગળ કરવાથી વિકાસ અટકી જાય છે. માટે આ માર્ગના અનુભવી પુરુષનું નીચેનું કથન સાધકે હમેશને માટે પિતાના હૃદયપટ ઉપર કતરી રાખવું જરૂરી છે. એગશાસ્ત્રના બારમા પ્રકાશમાં આ. શ્રી હેમચંદ્રાચાર્યજી એ સંબંધી ફરમાવે છે કે-- *
अथवा गुरूप्रसादा-दिहेव तत्वं समुन्मिपति नूनं । गुरूचरणोपास्तिकृतः, प्रशमजुषः शुद्धचित्तस्य ॥
–ગુરુના ચરણની સેવા કરવાવાળા, શાક્તરસમાં ઝીલનારા અને પવિત્ર અંત:કરણવાલા સાધકને ગુરુની કૃપાથી આ જ ભવમાં ચોક્કસ રીતે પ્રકાશ થાય છે. તત્ર પથ સરા-જ્ઞાને, સંવાશે ગુર્મવતિ. दर्शयिता त्वपरस्मिन् , गुरूमेव सदा भजेत्तस्मात् ॥
– પૂર્વ જન્મમાં પ્રથમ તત્વપ્રકાશના અભ્યાસમાં ઉપદેશદાતા ગુરુ હોય છે અને બીજા ભવમાં પણ તે તત્ત્વ જ્ઞાનને દેખાડનાર ગુરુ છે. આ કારણથી તત્ત્વના પ્રકાશ માટે ગુરુની જ નિરંતર “સેવા કરવી.