________________
જાપ કરનાર સાધકે ધ્યાનમાં રાખવા
ચોગ્ય બાબતે.
જાપ માટે નીચેની બાબતે ધ્યાનમાં રાખવી.
(૧) નિશ્ચિત સમય–સામાન્યથી શ્રી નમસ્કાર મહામંત્રના જાપ માટે બ્રાહ્ય મુહૂર્તા (પાછલી ચાર ઘડી રાત્રી) અને ત્રણ સંધ્યાને નિશ્ચિત સમય શ્રેષ્ઠ છે. ત્રણ સંધ્યા નીચે પ્રમાણે સમજવી. (૧) સૂર્ય ઉદય પહેલાંની એક ઘડી અને ઉદય પછીની એક ઘડી, (૨) મધ્યાહ્ન પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી, (૩) સૂર્યાસ્ત પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી, અથવા તે સૂર્યાસ્ત પછીની બે ઘડી કે સુર્યોદય પહેલાની બે ઘડી. જાપ કરવા માટે આ ત્રણ સંધ્યા સમય ઉત્તમ મનાયે છે; પરંતુ તેમાં પહેલી સંધ્યા વધારે સારી છે. કારણ કે તે વખતે વાતાવરણ શાન્ત હોય છે અને મગજ પણ શાન્ત હોય છે. આ સિવાય સૂર્યોદયથી માંડી દશ વાગ્યા સુધીને અને પાછલી રાત્રિને સમય પણ જાપ માટે સારો કહ્યો છે. - શ્રીનવકાર મંત્રનું સ્મરણ જ્યારે જ્યારે અનુકૂળતા હેય ત્યારે ત્યારે વારંવાર કરવાનું શાસ્ત્રમાં જે વિધાન છે, તે તેવી રીતના જાપથી શુભ સંસ્કારની સતત જાગૃતિ રહે. એ અપેક્ષાએ સમજવું વારંવાર સ્મરણથી શુભ સંસ્કારોની