________________
પ
માનસજાપ વખતે કાયા અને વજ્રની શુદ્ધિ સાથે મનનું અને વાણીનુ' મૌન પુરેપુરું જાળવવા પ્રયત્ન કરવા.
જાપના ઉદ્દેશ પહેલેથી સ્પષ્ટ અને નક્કી કરી લેવા જોઈ એ. સર્વ જીવરાશિનુ હિત થાઓ, સવ જીવા પરમાત્મશાસનના રસિયા મને, આ ઉદ્દેશ સથી શ્રેષ્ઠ છે. ભવ્યાત્માએ મુક્તિ પામેા, સંઘનું કલ્યાણ થાઓ, વિષય અને કષાયની પરવશતાથી હું જલ્દી મૂકાઉ, મૈત્રી આદિ ભાવનાઓથી મારુ અંતઃકરણ સદા સુવાસિત રહેા, વિગેરે ઉદ્દેશેામાંથી કાઈ પ્રશસ્ત ઉદ્દેશ નક્કી કરવા. જાપ કરતી વખતે કદાચિત ચિત્તવૃત્તિ ચ'ચલ મને તેા થેાડીકવાર જાપ અધ કરી નીચે લખેલાં વાકચામાંથી કાઈ એક વાકયની કે એના જેવી બીજી વિચારણામાં ચિત્તને જોડવું.
જગતના સર્વ જીવો સુખી થાઓ, રાગી સર્વ નીરાગી અનેા, વિશ્વના કોઇ પણ જીવો પાપ ન કરા, વિશ્વના કોઈ પણ જીવો દુ:ખી ન થાઓ, વિશ્વના સમસ્ત દાષા નામ પામેા, વિશ્વમત્રી વિકાસ પામેા, સર્વને સજ્બુદ્ધિ મળેા, સર્વ જીવા આધિમીજ યામા.
એ પ્રમાણે ઉચ્ચ વિચારણામાં ચિત્તને જોડવાથી ચિત્તની ચહેંચળતા ટળી જાય છે. એ રીતે ચિત્તને સ્વસ્થ કરીને તરત પુન: જાપ શરૂ કરી દેવા.
સાધકે રાગ કે દ્વેષમાં ચિત્તને પરિણતન થવા દેવું, પરંતુ સમતામાં રહેવાના પ્રયત્ન કરવા.