________________
જાપની સિદ્ધિ માટે પ્રયોજનભૂત જ્ઞાન - જીપની સિદ્ધિ ઈચ્છનાર સાધકને જાપમાં અતિ પ્રજનભૂત હકીકતનું જ્ઞાન બરાબર રુચિપૂર્વકનું હોવું જોઈએ. રુચિપૂર્વકનું જ્ઞાન એટલે જ્ઞાન પ્રમાણે યથાશક્તિ
જીવનમાં ઉતારવાની તાલાવેલીપૂર્વકનું જ્ઞાન. તે વિના - સાધના માર્ગમાં આગળ વધી શકાય નહિ. એથી અહીં જાપમાં અતિ ઉપયોગી બાબતને રજુ કરવામાં આવે છે.
પ્રથમ જાપ કરનાર સાધકે પરમેષ્ઠિ ભગવંતેનું સ્વરૂપ ગુરુઓ પાસેથી સારી રીતે સમજી લેવું જોઈએ અને તેનું વારંવાર ચિન્તન-મનન કરીને પિતાના નામની જેમ આત્મસાત્ કરી લેવું જોઈએ. પિતાનું નામ લેતાંની સાથે જ જેમ પિતાનું સમગ્ર સ્વરૂપ ખ્યાલમાં આવે છે, તેમ જાપ કરતી વખતે મંત્રના અક્ષરોને અર્થ પિતાના મનની સમક્ષ પ્રગટ થ જોઈએ, - પરમેષ્ઠિ ભગવંતોને આપણું પર કે પરમ ઉપકાર તથા તેમના કણ નીચે આપણે કેટલા દબાયેલા છીએ, તેને ખ્યાલ જાપ કરનારે સતત રાખવું જોઈએ. પરમેષિ ભગવંતેનું આલંબન ન મલવાના કારણે ભૂતકાળમાં અનંત ભવભ્રમણ કરવાં પડ્યાં, તેને અંત આજે તેમના અવલ, મનથી આવી રહ્યો છે, તેને હર્ષ ધારણ કરવું જોઈએ.