________________
૩૫
જાપદ્વારા આરાધકની આત્મશક્તિ નવકારવાલીના મણકામાં કેન્દ્રિત થાય છે. પરિણામે અમુક સમય ગયા પછી આત્મશકિતના કેન્દ્ર સમાન બનેલા તે મણકાઓવાલી માળાવડે જાપ કરવાથી આત્મશકિતઓને ઝડપી વિકાસ થાય છે. શરૂઆતમાં, થોડા દિવસ માળાથી જાપ કરે, પછી નંદ્યાવર્ત અને શંખાવર્તાથી ગણવાને અભ્યાસ પાડો. નંદાવર્તથી બારની સંખ્યા જમણા હાથે ગણવી અને શંખાવર્તાથી ડાબા હાથે નવની સંખ્યા ગણવી. એમ બારની સંખ્યાને નવ વખત ગણતાં ૧૦૮ ની સંખ્યા થશે. ડાબા હાથે શંખાવ | જમણે હાથે નંદાવર્ત ૩ ૪ ૫ | ૩ ૪ ૫ ૧૨ ૨ ૯ ૬ [ ૨ ૭ ૬ ૧૧ ૧ ૮ ૭ ૧ | ૧ ૮ ૯ ૧૦
ઉપરાંત જ્યારે સમય મળે ત્યારે જેમ બને તેમ સમાન સાધના અને સમાન વિચારવાળા અધિક સાધકે એ સાથે મળીને એક સ્થળે અધિક સમય માટે સહયોગથી જાપની સાધના કરવી જોઈએ, એથી જાપમાં અધિક શક્તિ ઉત્પન્ન થાય છે.
(૫) નિશ્ચિત સંખ્યા –જાપનું જઘન્ય પ્રમાણ એટલું નક્કી કરવું જોઈએ કે જીવનના અંત સુધી તેટલી સંખ્યાથી ઓછો જાપ કદી પણ થાય નહિ. નિયત પ્રમાણથી અધિક થઈ શકે. પણ એ છે નહિ જ. નિશ્ચિત કરેલી