________________
૩પ૩
ન લેવા જોઈએ. ઉપરાન્ત ઓછામાં ઓછે સાંજના ભજમને. મોહ છોડી દેવું જોઈએ.
દષ્ટિ નાસિકા ઉપર સ્થાપવી જોઈએ. ટટાર બેસવું જોઈએ, ઢીંચણ જમીનને અડવા જોઈએ; કરોડરજજુ સરલ હેવી જોઈએ અને હેઠ બંધ રાખી દાંતને દાંત ન અડે એ ખ્યાલમાં રાખવું જોઈએ. જગ્યા પણ એક જ નિશ્ચિત રાખવી. એક સ્થાન ઉપર શ્રીનવકાર મંત્રનો જાપ કરવાથી તે સ્થળે વાતાવરણ વિશિષ્ટ કોટિનું સર્જાય છે. વારંવાર સ્થાન બદલવાથી અને જ્યાં ત્યાં મરજી મુજબ જાપ કરવાથી તેનાં આદેલને બરાબર ઉપજે નહિ અને શક્તિ જ્યાં ત્યાં : વિખરાઈ જાય. એથી ખાસ અત્યંત જરૂરી કારણ વિના જાપનું સ્થાન બદલવું નહિ. સંજોગવશાત્ સ્થાન બદલવું પડે તે પણ બેસવાનું આસન તે એક જ રાખવું.
(૩) નિશ્ચિત દિશા–જાપ નિયમિતપણે પવિત્ર અને એકાત સ્થળમાં, પૂર્વ અગર ઉત્તર દિશા સન્મુખ બેસીને, મકાનની સૌથી નીચેની ભૂમિકા પર કરો, અથવા જિનમંદિરમાં ભગવાનની સન્મુખ કર. સ્થળ જેટલું પવિત્ર હોય છે, તેટલી જપમાં વિશેષ તલ્લીનતા આવે છે. આ વિષયમાં સુરિપુરંદર શ્રીહરિભદ્રાચાર્યશ્રીએ ગબિન્દુ નામના ગ્રન્થરત્નમાં જે હકીકત જણાવી છે, તે અતિ ઉપયોગી હેવાથી અહીં જણાવીએ છીએ. - તેઓશ્રી ફરમાવે છે કે ધાર્મિક પુરુષનું પ્રધાન લક્ષણ ઈષ્ટદેવતાના મંત્રને જાપ છે. આ જાપ ઈષ્ટદેવની
ધ-૨૩