________________
૩૫૬
V
સખ્યાને વળગી રહેવાથી જાપ કરનારની વૃત્તિએ જગતના પદાર્થોમાંથી પરાઢમુખ થઈ ને આત્માભિમુખ બને છે. કોઈ પણ જાતની સખ્યાના ધેારણ વિના અવ્યવસ્થિતપણે કરાતા જાપ શકિતઓને કેન્દ્રિત કરવા સમથ ખનતા નથી. સંખ્યાના ધારણને જાળવવાથી આંતરિક શકિતઓને વિકાસ સરળતાથી થઈ શકે છે. આધુનિક વિજ્ઞાનના કેટલાક પ્રત્યેાગેાથી એ વાત સાબિત થઈ છે, કે અમુક ચેાસ કરેલ જગ્યાએ, અમુક નક્કી કરેલા સમયે અને અમુક ચાક્કસ કરેલ સખ્યામાં ધારાબદ્ધ રીતે જાપ કરવાથી અમુક પ્રકારનુ ચેાક્કસ વાતા વરણુ ખધાય છે, અને તેમાં પ્રવેશ કરનાર ભયંકર આચારવિચારવાળા પણ ચમત્કારિક રીતે તે વાતાવરણના પવિત્ર સ'સ્કારાથી ઘડીભરને માટે રંગાઈ જાય છે. આ છે સ્થાન સમય અને સખ્યાની ચાકસાઈ જાળવવાના મહિમા ! આ છે શબ્દશકિતના વિદ્યુત્ તરંગાના પ્રભાવ ! ! મેક્ષમાં ગયેલા અન'તાન'ત પુણ્યાત્માઓના આત્મખલના વાહકરૂપે શ્રીનમસ્કાર મહામત્રના વર્ણો છે, તે પ્રત્યેક વર્ષોં દિવ્યશકિતનાં નિધાન છે, અનાદિસિદ્ધ છે. એ અડસડ વર્ણને સમય, સ્થાન, દિશા, અને સખ્યા આદિની નિયમિતતા પૂર્વક ગણવામાં ઘણા લાભ છે. જાપની પ્રાથમિક ભૂમિકામાં ઉપરની ખાખતા ઉપયાગી હાવાથી આરાધકે પોતાની આત્મશકિતના વિકાસ માટે તેને આદરપૂર્વક અપનાવવી જોઇ એ.
જાપના આ બાહ્ય વિધિ છે, તેની સાથે આ જાપ સર્વ જીવાના ભવતાપને શાન્ત કરા' એ ભાવના ભળવાથી સાધકને અહંભાવ નાશ પામે છે. અહુ ભાવ નાશ પામવા એજ જાપનુ શ્રેષ્ઠ ફળ છે.