________________
૩૫૪
સ્તુતિરૂપ છે. મંત્ર વડે સર્ષદશના વિષની જેમ આ જાપથી પાપરૂપી વિષને નાશ થાય છે. આ જાપ દેવતાની સન્મુખ, જળવાળા તળાવ નદી કે દ્રહની નજીક, અથવા કુલ-ફળથી લચી રહેલા વિશિષ્ટ વૃક્ષેવાલા બગીચાની અંદર કર. માળા, આંગળીના વેઢાવાડે, કે હૃદયકમળાદિ વિશિષ્ટ સ્થાનવડે મંત્રને જાપ કર, જાપ વખતે દષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર અને ચિત્ત મંત્રોનાં પદે ઉપર એકાગ્ર કરવું.”
ધૂપ અને દીપથી વાતાવરણ શાન્ત અને શુદ્ધ બને છે. તેથી શક્ય હોય ત્યાં સુધી ગૃહસ્થ સાધકે ગાયના શુદ્ધ ઘીને દીવે અને દશાંગ જેવા ઉત્તમ ધૂ૫ની સામગ્રીવાનું સ્થાન પસંદ કરવું.
(૪) નિશ્ચિત માલાશ્રીનવકાર મંત્રના જાપ માટે શુદ્ધ સુતરની, અસલી સ્ફટિકની, અગર નકકર ચાંદીની માળા વિહિત જાણવી.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર જાપના ફલની તરતમતા હોય છે, એટલે જાપમાં ઉપયોગી વસ્તુઓ અર્થાત માળા વિગેરે જે શુદ્ધ હોય તે ઉલ્લાસની વૃદ્ધિ થાય છે. જાપ હંમેશાં અમુક ચોક્કસ માળાથી જ કરે. બનતાં સુધી માળાની પણ ફેરબદલી ન કરવી. જપમાળાને પોતાના હદયની સમ શ્રેણિમાં ધારણ કરવી જોઈએ અને તે માળા પહેરેલાં વસ્ત્રો કે પગને સ્પર્શ કરે નહિ તેની કાળજી રાખવી જોઈએ તથા મેરૂનું ઉલ્લંઘન ન કરવું જોઈએ.
( આ પ્રમાણે કરવાથી શ્રીનવકાર મહામંત્રના વર્ષોના