________________
સ્વકારના વણેના જાપનું માત્ર આટલું જ ફળ નથી પરમાર્થથી નવકારના જાપનું ફલ સ્વર્ગ અને મેક્ષ છે. છતાં અહીં જે સામાન્ય ફળ બતાવવામાં આવ્યું છે, તે જીવને નવકારના જાપમાં પ્રવૃત્તિ કરાવવાને અર્થે બતાવવામાં આવ્યું છે. વળી કહ્યું છેકે નાભિકમલને વિષે સર્વતે મુખી “રકાર શિરકમલે “faકાર, મુખકમલને વિષે “આકાર હૃદયકમલમાં
કાર, અને કંઠકમલ વિષે “સાકાર રહેલું છે, એમ ધ્યાન કરવું. તથા બીજા પણ સર્વકલ્યાણ કરનારા મંત્રબીજ ચિંતવવા. આલેકના ફલની ઈચ્છા કરનારાઓએ “કાર સહિત પાઠ કરે અને નિર્વાણપદની અભિલાષાવાળાએ “ક” કાર રહિત કરે. એ રીતે ચિત્તની સ્થિરતા માટે એ મંત્રના વર્ણ અને પદ અનુક્રમે જુદા કરીને પણ જાપ થાય છે, શ્રી મહાનિશીથસૂત્રમાં આ મંત્રને અનંત ગમ-પર્યાય અને અર્થને પ્રસાધક તથા સર્વ મહામંત્ર અને પ્રવર વિદ્યાઓના ઉત્કૃષ્ટ બીજ સ્વરૂપ ગણાવ્યું છે. આ મંત્રનો જાપ આત્માને સર્વ રીતે હિતદાયક છે. જાપ કરતાં થાક લાગે તે ધ્યાન કરવું અને દયાન કરતાં થાક લાગે તે “જાપ” કરે, તેમજ બે કરતાં થાક લાગે તે સ્તંત્ર કહેવું. શાસ્ત્રોમાં જાપ વિગેજેનું ઘણું ફળ કહ્યું છે. જેમ કે-“કોડ પૂજા સમાન એક
સ્તોત્ર છે. ક્રોડ સ્તોત્ર સમાન એક જાપ છે, કોડ જાપ સમાન એક ધ્યાન છે અને કોડ ધ્યાન સમાન એક લય છે. લય એટલે ચિત્તની લીનતા, એકાગ્રતા સ્થિરતા, કે સ્વરૂપમાં રમણતા, કે જે ધ્યાનની સર્વોત્તમ ટોચ છે.