________________
૩૪૮
મહામંત્રનું રટણ થયા કરે છે. જ્યારે ઉપયોગ ન હોય ત્યારે પણ શ્વાસોચ્છવાસની જેમ આ જાપ ચાલુ જ હોય છે. જેમ કેઈ માણસ ચાર વાગે ઉઠવાને દઢ સંક૯પ કરીને સૂઈ જાય, પછી સંકલ્પ બળથી જ “ચાર વાગે ઉઠવું છે” એ અજપા જાપ ચાલુ થાય છે અને બરાબર ચાર વાગે ઉઠી શકે છે. તેમ અજપા જાપ પણ દઢ સંકલ્પ અને દીર્ઘ અભ્યાસથી સિદ્ધ થઈ શકે છે. આ સ્થિતિમાં પ્રયત્ન વિના પણ “અખંડજાપ” ચાલુ રહે છે અને તેથી શરીરમાં રોમે રોમ ઈષ્ટદેવનું રટન ચાલુ રહે છે. આવો જાપ થતાં સાધક અનિર્વચનીય સુખને અનુભવ કરવા ભાગ્યશાળી બને છે. | નવકારનો પ્રત્યેક અક્ષર મંત્ર સ્વરૂપ છે.
| નવકારના પાંચ અથવા નવપદેને અનાનુપૂર્વીથી પણ ચિત્તની એકાગ્રતાને માટે ગણવામાં આવે છે. નવકારને એક એક અક્ષર કે એક પદને જાપ પણ ઘણું જ ફળને આપનારે થાય છે. યેગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કહ્યું છે કે પંચપરમેષ્ટિના નામથી ઉત્પન્ન થયેલી સેળ અક્ષરની વિદ્યા છે, તેને બસ વાર જાપ કરવાથી ઉપવાસનું ફળ મલે છે. “રિહંત સિદ્ધ ગાય વરરજ્ઞાચ રાદૂ” એ સોળ અક્ષર જાણવા. તેમજ ભવ્યજીવ ત્રણવાર “ રિહંત સિદ્ધ એ છ અક્ષરના મંત્રને, ચાર વાર “રિત’ એ ચાર અક્ષરના મંત્રને અને પાંચસવાર નવકારના આદિ અક્ષર “બ” વર્ણન રૂપ મંત્રને ચિત્તની એકાગ્રતાથી જપે, તે ઉપવાસનું ફલપામે છે.