________________
જાપ કેવી રીતે કરવો? જાપ ત્રણ પ્રકાર છે. (૧) ભાષ્ય, (૨) ઉપાંશુ અને (૩) માનસ. આ ત્રણ પ્રકારે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. એટલેકે ભાષ્ય કરતાં ઉપાંશુ અને ઉપાંશુ કરતાં માનસ જાપનું ફલ ઘણું વધારે છે. આમ છતાં જાપની શરૂઆત તે ભાષ્યથી જ કરવી ઉત્તમ છે. જેઓ ભાગ્ય જાપને અભ્યાસ કર્યા વિના ઉપાંશુ જાપને આશ્રય કરે છે, કે ઉપાંશુ જાપને અભ્યાસ કર્યા વિના સીધે માનસ જાપને આશ્રય કરે છે, તેમને જસિદ્ધિ થતી નથી. કદાચ કોઈ મહાપુરુષને પૂર્વ જન્મના સંસ્કારના બળે આ કમ અનુસર્યા વિના સિદ્ધિ થતી દેખાય તો પણ એ રાજમાર્ગ છે એમ માનવું નહિ. ભાષ્ય અને ઉપાંશુ જાપને અભ્યાસ થઈ ગયા પછી માનસ જાપ કરવો હિતકર છે. ભાષ્ય, ઉપાંશુ અને માનસ આદિ જાપનાં લક્ષણે.
“ચતુઃ શ્રોતે જ માણઃ '—જેને બીજે સાંભળી શકે તે ભાષ્યઃ અર્થાત્ હઠ હલાવીને સ્પષ્ટ ઉચ્ચારણરૂપ વિખરી વાણીથી મંત્રનો જાપ કરે તેને ભાષ્ય જાપ કહેવામાં આવે છે. આ જાપ મધુર સ્વરે ઇવનિ શ્રવણપૂર્વક બેલીને કરો. ભાષ્ય જાપથી ચિત્ત નિરવ શાન્ત. બને છે. આ જાપ વચનપ્રધાન છે. તેને વાચિક જાપ પણ. કહેવામાં આવે છે.