________________
૩૪૫
થાય છે, તે અશુભ કર્મના ઉદયને લીધે થાય છે, પરંતુ આ અશુભ કર્મને સંપૂર્ણ નાશ થઈ જતો હોય તે પછી કઈ દુઃખ, કષ્ટ કે આપત્તિને અનુભવ થવાને પ્રસંગ આવે નહિ. તાત્પર્ય કે પંચમેષ્ઠિને કરાયેલે આ નમસ્કાર સર્વ પાપને અને પરિણામે સર્વ દુઃખને અત્યંત નાશ કરનાર છે.
નવકારના છેલ્લા બે પદોમાં જણાવવામાં આવ્યું છે કે આ પંચનમસ્કાર સર્વ મંગલેમાં પ્રથમ મંગલ રૂપ થાય છે. મંગલ શબ્દની વ્યાખ્યા શાસ્ત્રકારોએ અનેક પ્રકારે કરી છે, પણ તેની મુખ્ય વ્યાખ્યા મતિ હિતાર્થ સંતતિ મં૪િ–“જે પ્રાણુઓના હિતને માટે પ્રવર્તે તે મંગલ”, એ અહીં ગ્રહણ કરવાની છે. પ્રાણીઓના હિતની પ્રવૃત્તિ અનેક પ્રકારે થાય છે, એટલે મંગલ પણ અનેક પ્રકારનાં છે અને તેથી અહીં “સંસ્કાળ = પતિ એ શબ્દ પ્રયોગ છે. મંગલના જે દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ એવા બે ભેદે કરીએ તે આ સપ્ત શબ્દથી અને પ્રકારનાં મંગલ ગ્રહણ કરવાનાં છે. દ્રવ્ય મંગલ એટલે શુભ પદાર્થો, જેવા કે સ્વસ્તિક, શ્રીવત્સ, નંદ્યાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મીનયુગલ, દર્પણ, વગેરે. તથા દધિ, દુર્વા, સુવર્ણ વગેરેની ગણના પણ શુભ પદાર્થોમાં થાય છે ભાવમંગલ એટલે અહિંસા, સંયમ, તપ, સ્વાધ્યાય, જ્ઞાન, ધ્યાન આદિ શુભ ભાવની પ્રાપ્તિ
પ્રથમ મંગલ એટલે ઉત્તમ કે ઉત્કૃષ્ટ મંગલ. પંચનમસ્કાર સર્વે મંગલેનું ઉત્કૃષ્ટ મંગલ થાય છે, એટલે