________________
મૈત્રી આદિ ભાવનાગર્ભિત લેકે
શ્રી નવકાર મહિમાગર્ભિત કા વિગેરેથી ભાવિત થયા બાદ મૈત્રી આદિ ભાવનાથી વાસિત થવું જોઈએ, એ. માટે શ્રી નવકારના સાધકને ઉપયોગી એવા મંત્રી આદિ ભાવનાગર્ભિત લેકે અહીં રજુ કરવામાં આવે છે. તેમાંથી સવરૂચિ અનુસાર કે પસંદ કરી તેને કંઠસ્થ કરી લેવા, તેને અર્થ પણ ધારી લે. જાપની શરૂઆત પહેલાં અર્થની વિચારણા પૂર્વક તેને સુમધુર રીતે બોલવા અને અંતઃકરણને ભાવિત કરવું.
खामेमि सन्यजीवे, सव्वेजीवा खमंतु मे । मित्ती मे सव्वभूएसु, वेरं मज्झ न केणइ ॥ १ ॥
–જગતના સર્વ જેને હું ખમાવું છું–તેમની પાસે મારા અપરાધેની માફી માગું છું. સર્વ જીવે મને ક્ષમા આપે, એમ પ્રાણું છું, મારે સર્વ જેની સાથે મૈત્રી ભાવ છે, કેઈની સાથે મારે વૈર--વિરોધ નથી. ૧
शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः पयान्तु नाशं, सर्वत्र सुखीभवतु लोकः ॥ २॥
–જગતના સર્વ જીવનું કલ્યાણ થાઓ, સર્વ પ્રાણી સમૂહ પારકાનું હિત કરવાની ભાવનાવાળા બને, સર્વના સર્વ દે નાશ પામે અને સર્વત્ર સર્વક સુખી થાઓ ૨