________________
૩૨૭
બાહ્ય અને આંતર સ્વરૂપ, જાપ કરનાર સાધકે ખાસ ધ્યાનમાં રાખવા લાયક ખાખતા, જાપની સિદ્ધિ માટે પ્રયાજન ભૂત જ્ઞાન, અને તે માટે જરૂરી નિયમેનુ... પાલન, જાપમાં સામાન્ય પ્રવેશ થયા પછી તેમાં વિશેષ પ્રગતિ સાધવાના ઉપાચે, મહામત્ર શ્રી નવકારની સાધનાથી થતા લાભા, ત્યારબાદ જાપથી આગળ વધીને શ્રી નવકારનું ધ્યાન કરનારના લક્ષણેા, અને નવકારનુ` ધ્યાન કરવાની રીત વિગેરે પ્રચા જનભૂત હકીકત જણાવવી આવશ્યક છે. એ દ્વારા મહામત્રની શ્રેષ્ઠતાના પરિચય અને તેને આરાધવાની વિધિ ખ્યાલમાં આવવાથી મહામંત્રના જાપ આદિમાં એકાગ્રતાદિ ગુણાની સિદ્ધિ સહેલાઈથી થાય છે. માટે તે હકીકત અહી' ક્રમસર જણાવીએ છીએ.
દ્રવ્યથી મૈં નવકારના પરમ પવિત્ર અક્ષરેા મંગલ છે. ક્ષેત્રથી જ્યાં પણ શ્રી નવકાર મંત્રને જાપ થાય તે સ્થાન મગલરૂપ છે. કાળથી જ્યારે શ્રી નવકારતુ સ્મરણ થાય તેટલા કાળ મગળમય જાણવા અને ભાવથી આ પંચનમસ્કારને ભાવ સ્વયં મગલરૂપ છે.