________________
૩૨૫
કરવાના ઉપાયભૂત છે. તેથી જે રીતે હૃદયમાં ભાવ ઉત્પન્ન થાય તે પદનું આલંબન લઈ હૃદયને ભાવિત કરવું. તેમાં તાત્પર્ય એ છે કે પ્રાથમિક ભૂમિકામાં ભાવની વૃદ્ધિ કરવા માટે શરૂઆતમાં આ જાતિને સ્વાધ્યાય ખાસ જરૂરી છે.
આટલું કર્યા બાદ સમગ્ર શબ્દ બ્રહ્માની ઉત્પત્તિના કારણભૂત તથા પંચપરમેષ્ઠિ પદ વાચક પ્રણવ–88કારનું નીચેના સ્પેકથી મરણ કરવું.
'ॐकारं बिन्दुसंयुक्तं, नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः॥'
ત્યાર પછી સકલ વિનના વિચ્છેદક અને સઘળાં મને વાંછિત પૂર્ણ કરનાર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરવું. તે માટે “૩૪ : પાર્થનાવાય વિશ્વરિતામળી એ આખું કાવ્ય, અથવા નીચેનું કાવ્ય બોલવું.
नमोस्तु पार्श्वनाथाय, विघ्नविच्छेदकारिणे । नागेन्द्रकृतच्छत्राय, सर्वादेयाय ॐ नमः ॥
પછી નીચેના સ્પેકથી ચરમ શાસનપતિ આસન ઉપકારી, શ્રી મહાવીર-વર્ધમાનસ્વામીનું સ્મરણ કરવું.
कल्याणपादपारामं, श्रुतगङ्गाहिमाचलम् । विश्वाम्भोजरवि देवं, वन्दे श्रीज्ञातनन्दनम् ॥
પછી નીચેના ક્ષેકથી અનંત લક્વિનિધાન શ્રી ગૌતમ ગણધરેન્દ્રનું સ્મરણ કરવું.