________________
૩૩૬:
વળી આ નમો પદ સન્માન, શ્રદ્ધા, ભક્તિ અને આંતરિક બહુમાન સૂચક પણ છે. વિશેષ પરિચયમાં રમો એ સમર્પણ ભાવ સૂચક છે અને એથી પણ વિશેષ પરિચયમાં. નમો સર્વ સમર્પણ ભાવ સૂચક છે, તેથી પણ આગળ વધીને કહીએ તે રમો બીનશરતી સર્વ સમર્પણ ભાવનું સૂચક છે.
નમો પદમાં પંચપરમેષ્ટિઓ પ્રત્યેને પ્રમોદ ભાવ રહે છે. જ્યાં પ્રમોદભાવ છે, ત્યાં અનમેદનાના બીજ માંથી સર્વ સમર્પણ ભાવનું વૃક્ષ ઉગે છે. જેમાં પ્રમોદ ભાવ નમસ્કારનો પર્યાય છે, તેમ સમર્પણ ભાવ પણ નમસ્કારને પર્યાય છે.
- જ્યારે પંચપરમેષ્ઠિ પ્રત્યે બીન શરતી સર્વ સમર્પણ, ભાવ પ્રગટે છે, ત્યારે આપણામાં રહેલ પશુત્વ રૂપ દુર્ભા તરફનું અધોમુખી ચૈતન્ય સિદ્ધત્વ તરફ–ઉર્ધ્વમુખ સદૂભાવે પ્રત્યે વહે છે. આપણું નીચે જતા ભાવ પ્રવાહને ઊંચે આકર્ષવાનું જબ્બર બળ શ્રીપંચપરમેષ્ટિએમાં છે, પરંતુ આ બળમાં કાર્યકારી “રમ” પદની આકર્ષણ શક્તિ મુખ્ય કારણ છે.
નમસ્કાર મહામંત્રમાં અનુમોદના પંચપરમેષ્ઠિઓની. છે. આ અનુમંદનાનું મહત્વ ઘણું છે. ત્રણે કાળની સર્વ શ્રેષ્ઠ મહાવિભૂતિઓની પ્રત્યે અનુમોદને પ્રગટાવવાની ચાવી, “નમો પદમાં છે. “નમો પદથી આપણું પંચપરમેષ્ટિએ સાથે જોડાણ થાય છે. અનમેદનીને સંબંધ બાહ્ય કરતાં