________________
૩૪
આ આઠ ગુણને અષ્ટ પ્રાતિહાર્યું કહેવામાં આવે છે, કારણ કે તે પ્રતિહારીની જેમ સાથે રહે છે. ઉપરાંત તેઓ અપાયાપગમાતિશય, પૂજાતિશય, જ્ઞાનાતિશય અને વચનાતિશયવાલા હોય છે.
શ્રીઅરિહતેની કલ્યાણકારિણી સાધના.
શ્રીઅરિહંત પરમાત્માના આત્માઓ પિતાના પૂર્વના ત્રીજે ભવે શ્રીજિનનામકર્મની નિકાચન કરતી વખતે સવિજીવક શાસન રસીએ ભાવના પૂર્વક વીશસ્થાનક આદિ તપશ્ચરણની કલ્યાણકારિણી સાધનાને સાધનારા હોય છે. તેના પ્રભાવે ચરમભવમાં તેમનામાં જન્મથી ચાર અતિશય, કર્મક્ષયથી અગિયાર અતિશય અને કેવાં જ્ઞાન પછી દેવ કૃત એગણેશ અતિશય એમ અનુક્રમે ચોત્રીશ અતિશયે ઉત્પન્ન થાય છે. ઉપરોક્ત બાર ગુણેમાં ઉપલક્ષણથી ત્રીશ અતિશયોને સમાવેશ થઈ જાય છે.
શ્રીઅરિહંત પરમાત્માના નામ, સ્થાપના, દ્રવ્ય, એમની ૩૫ ગુણયુક્ત વાણી, એમના અતિશ, એમનું તીર્થ આદિ તમામ વસ્તુઓમાં જે અચિંત્ય સામર્થ્ય ઉત્પન્ન થાય છે, તેમાં મુખ્ય કારણ સર્વ જગત-કલ્યાણના આશયયવાળી ઉત્તમ ભાવના પૂર્વકની પૂર્વે ત્રીજા ભવે થયેલી એમની કલ્યાણકારિણી આરાધના છે.
અરિહંત એ સાકાર ઈશ્વર છે અને સિદ્ધ એ નિરાકાર ઈશ્વર સ્વરૂપ છે. ઉપાસનાને કમ એ છે કે પ્રથમ સાકારની ઉપાસના અને પછી નિરાકારની ઉપાસના કરવી એટલે તે કમને અહીં માન્ય રાખવામાં આવે છે.