________________
૩૪૧
સાકાર ઈશ્વર વડે જ નિરાકાર ઈશ્વરનો બંધ થાય છે; માટે તેમને ઉપકાર આ જગતમાં બહુ મટે છે અને તેથી પ્રથમ પદે તેઓ મરણ કરવા એગ્ય છે.
સિદ્ધપદની વિચારણું સિદ્ધ એટલે સર્વક ખપાવીને શુદ્ધ થયેલ આત્મા. જેમને જન્મ, જરા, મરણ, રોગ, શેક કંઈ પણ હતું નથી. તેઓ લેકના અગ્રભાગે સિદ્ધશિલામાં વિરાછ અક્ષય, અનંત, અવ્યાબાધ સુખને નિરંતર ઉપયોગ કરી રહેલ છે. ભૂતકાળમાં આવા અનંત સિદ્ધ થઈ ગયા. આજે વર્તમાનમાં પણ અનેક આત્માઓ સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં અનંત આત્માઓ સિદ્ધ થશે.
સિદ્ધ ભગવંત આઠ ગુણોથી ઓળખાય છે. (૧) અનંતજ્ઞાન, (૨) અનંતદર્શન, (૩) અનંત અવ્યાબાધ સુખ, (૪) અનંતચારિત્ર, (૫) અક્ષયસ્થિતિ, (૬) અરૂપીપણું, (૭) અગુરુલઘુત્વ એટલે નહિ ભારેપણું કે નહિ હલકાપણું (૮) અને અનંતવીર્ય,
સિદ્ધના આત્મામાં સમસ્ત લેકને ડેલાવી શકે એવી શક્તિ હોય છે, પણ તેમને એ શક્તિને ઉપગ કરવાનું કે પ્રજન હેતું નથી.
આચાર્યપદની વિચારણ, આચાર્ય એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર આ પાંચે આચારનું પિતે પાલન કરનારા અને બીજાની પાસે પાલન કરાવનારા. તેઓ ગચ્છના