________________
૩૦૮
શ્રી નમસ્કાર ભાવના (ગદ્યમાં) અહો ! આજે મારો મહાન પુણ્યોદય જાગૃત થયે કે જેથી આ પંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવાને મને ભાવલાસ થયે. આજે હું ભવસમુદ્રના પારને પામ્ય છું. અન્યથા ક્યાં હું, ક્યાં આ નવકાર અને ક્યાં મારે તેની સાથે સમાગમ
અનાદિકાલથી મારો આત્મા અજ્ઞાનતા આદિના ગે નિરાધારપણે સંસારમાં રખડી રહ્યો છે. આજે મને પરમ શરણની પ્રાપ્તિ થઈ છે. કારણ કે પંચ પરમેષ્ટિઓને કરેલે નમસ્કાર એજ સંસારમાં ભટકતા મારા આત્માને પરમ શરણરૂપ છે.
અહશું આ નવકાર એ મહારત્ન છે? અથવા ચિન્તામણિ સમાન છે? અથવા કલ્પવૃક્ષ સમાન છે? નહિ -નહિ! નવકાર તે તે સૌથી પણ અધિકતર છે. કારણ કે ચિન્તામણિ વગેરે તો એક જ જન્મમાં સુખના હેતુ છે,
જ્યારે શ્રેષ્ઠ એ નવકાર તે સ્વર્ગ અને અપવર્ગને આપનાર છે, મુક્તિ ન થાય ત્યાં સુધી પણ ભવભવને વિષે સુખને આપનાર છે. | હે આત્મન ! ગિરિને મૂળથી ઉખેડે એ દુર્લભનથી, દેવકનાં સુખ મેળવવાં એ પણ દુર્લભ નથી, દુર્લભ છે. ભાવથી નમસ્કારની પ્રાપ્તિ થવી એ છે. કારણ કે મંદ. પુણ્યવાળા અને સંસારમાં કદી પણ નવકારની પ્રાપ્તિ