________________
પ્રકરણ છડું.
શ્રાવકની દિનચર્યા.
શ્રી નમસ્કાર મહામંત્ર. ગિશાસ્ત્રમાં શ્રાવકની દિનચર્યામાં સૌથી પ્રથમ કર્તવ્ય તરીકે શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવાનું ફરમાવ્યું છે -
ત્રા મુક્ત રિત, પઝિતિ પદના”
અર્થાત્ સવારમાં બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું. નિદ્રાને ત્યાગ કરી પરમમંગળને અર્થે શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું.
અન્યત્ર પણ કહ્યું છે કે “નિદ્રા કરી જાગેલે આત્મા મનમાં શ્રી નવકાર મંત્રને ગણતે શય્યા મૂકે. ભૂમિ ઉપર ઉભું રહી અથવા સુખપૂર્વક બેસી શકાય તેવા આસને બેસી પૂર્વ, ઉત્તર અથવા જે દિશામાં જિનપ્રતિમા હોય તે દિશા તરફ મુખ કરે અને ચિત્તની એકાગ્રતા માટે કમલબંધથી અથવા હસ્તજાપાદિથી શ્રી નવકાર મંત્રને ગણે.”
જાગ્યા પછી સૌથી પ્રથમ શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરવાનું આ વિધાન એમ બતાવે છે કે શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના એ શ્રેષ્ઠ માનવજીવનમાં એક મુખ્ય અને અતિ મહત્વની ક્રિયા છે. અહીં પ્રથમ મૂલમંત્ર જણાવી પછી તે સંબંધી પ્રજન ભૂત ઉપયોગી હકીકત જણાવીએ છીએ.