________________
ર૭૦
કારણે અસંતેષ, અવિશ્વાસ અને દુઃખના કારણરૂપ આરંભમાં પ્રવૃત્તિ થાય છે. જેમાં અતિશય ભાર ભરવાથી વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ અતિ પરિગ્રહથી પાણી ભવ સાગરમાં ડૂબી જાય છે. પરિગ્રહમાં અણુ જેટલે પણ ગુણ નથી, પરંતુ પર્વત જેવડા મોટા મોટા દેશે તેમાંથી ઉત્પન્ન થાય છે. પરિગ્રહથી અછતા પણ રાગદ્વેષાદિ શત્રુઓ પ્રગટ થાય છે, પરિગ્રહથી આંદલિત આત્માવાળા ત્યાગીઓનાં પણ ચત્ત ચપળ થઈ જાય છે, તે ગૃહસ્થની તે વાત જ શી કરવી? સંસારનું મૂળ કારણ હિંસાદિ પ્રવૃત્તિઓ છે અને તે પ્રવૃત્તિઓનું કારણ પરિગ્રહ છે. માટે, ઉપાસકે બને તેટલો અલ્પ પરિગ્રહ કરે. સંગ અથવા આસક્તિને વશ થયેલા માણસનું સંયમરૂપી ધન વિષરૂપી ચેર લુંટી જાય છે, તેને કામરૂપી અગ્નિ નિરંતર બાળે છે, અને સ્ત્રીએરૂપી પારધીએ તેને સંસારમાં રોકી રાખે છે. તૃષ્ણ એવી દુપૂર છે કે સગરરાજાને ૬૦ હજાર પુત્રેથી પણ તૃપ્તિ ન થઈ, કુચીક
ને વિપુલ ગેધનથી, તિલક શેઠને પુષ્કળ ધાન્યથી અને નંદરાજાને સોનાના ઢગલાએથી પણ સંતોષ ન થયો.
ધન, ધાન્ય, સુવર્ણ, રૂપું, બીજી ધાતુઓ, ખેતર, ઘર, કરચાકર અને પશુ, એ નવ બાહ્ય પરિગ્રહ છે, તથા રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ, શેક, હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, કામવાસના અને મિથ્યાત્વ એ ચૌદ આંતર પરિગ્રહ છે. બાહ્ય પરિગ્રહથી આંતર પરિગ્રહે પુષ્ટ થાય છે. વૈરાગ્ય વગેરેએ ગમે તેટલી ઊંડી જડ ઘાલી હાય,