________________
૨૮૨
બરાબર છે અને અન્ન ખાવું તે માંસ બરાબર છે, એમ માર્કડ ત્રાષિએ કહ્યું છે.
પદ્મ પુરાણમાં પણ કહ્યું છે કેमृते स्वजममात्रेपि, सुतकं जायते किल । अस्तं गते दिवानाथे, भोजनं क्रियने कथम् ।। उदकमपि न पातव्यं, रात्रावत्र युधिष्ठिर । तपस्विना विशेषेण, गृहिणा तु विवेकिना ॥
કોઈ સ્વજન માત્ર મરી જાય છે તે સુતક આવે છે. તે પછી સૂર્ય અસ્ત થયા પછી ભેજન કરાય જ કેમ?
હે યુધિષ્ઠિર વિવેકી ગૃહસ્થીએ તથા તપસ્વીએ તે રાત્રિને વખતે ખાસ કરીને પાણી પણ પીવું ન જોઈએ.
આ મુજબ દરેક શાસ્ત્રોમાં નિષેધ કરાયેલા રાત્રિ ભજનના પાપને તિલાંજલિ આપી, સ્વ અને પર આત્માઓનું રક્ષણ કરવું એ સમજુ અને બુદ્ધિમાનનું ખાસ કર્તવ્ય બની જાય છે.
મુખ્યતયા હમેશને માટે જ રાત્રિ ભોજન નહિ કરવું. તેમ ન બને તે ચોમાસામાં તે ન જ કરવું. અને છેવટે તેમ કરવા માટે પણ અશક્ત અને પ્રમાદી આત્માઓએ પર્વ તિથિએ તે છેડી જ દેવું. રાત્રિ ભોજનને ત્યાગ કરવામાં જે ગુણો રહેલા છે તે કહેવાને સર્વસ સિવાય કઈ સમર્થ નથી.