________________
૨૮૩
દ્વિદળનું સ્વરૂપ કાચા ગેરસ એટલે કાચા દુધ, કાચા દહીં અને કાચી છાશમાં દ્વિદળ મળવાથી તેમાં ઉત્પન્ન થતાં સૂક્ષ્મ જંતુઓ કેવળી ભગવતેએ જોયાં છે. તેથી વિવેકી આત્મા. એાએ તેને ત્યાગ કરે. દ્વિદળ એટલે જેની બે ફાડ થાય તેવા વાલ, વટાણુ, મગ, અડદ, તુવેર આદિ સઘળી જાતના કઠેળ ગણાય છે. જેમાંથી તેલ નીકળતું હોય, અને બે ફાડ થતી હોય તે તે કાળમાં ગણાય નહિ. જેની બે ફાડ થાય એવા સઘળા કઠોળના લીલાં સુકાં શાક સાથે અથવા જે વસ્તુમાં કઠળ આવતું હોય તે સઘળી વસ્તુ સાથે જેમકે કઠેળની દાળ, કઠેળને લોટ, કઠેળની સીંગ, કઠેળની ભાજી વગેરે સાથે કાચું દૂધ, કાચું દહીં અને કાચી છાશ (કાચી એટલે જ્યાં સુધી આંગળી દાઝે એવી ગરમ ન થાય ત્યાં સુધી) ખાઈ શકાય નહિ. કેટલીક જગ્યાએ છાશ સામાન્ય જેવી ગરમ થાય એટલે ચણાને લેટ નાખે છે, તે પણ ઠીક ન કહેવાય. કઠોળ ખાધા પછી હાથ, મેં બરાબર સાફ કરીને દહીં, દુધ, છાશ લઈ શકાય છે. બંને સાથે ખાવામાં જ દોષ ગણાય છે. દ્વિદળના સ્વરૂપને સમજી સી કેઈએ એ પાપમાંથી બચવા પ્રયત્ન કરવાની જરૂર છે. તે ઉપરાંત પુષિતભાત એટલે વાશી અન્ન, ભાત, જેટલી વિગેરે તથા બે રાત્રી વ્યતીત થએલું દહીં અને કહી ગયેલું અન્ન એટલે જેને રસ ચલિત થઈ ગયું હોય, કાળ વ્યતીત