________________
ર
૪ અતિથિ સવિભાગ વ્રત,
અન્ન, પાણી, આદિચાર પ્રકારના આહાર, પાત્રા, વસ્ત્ર, અને રહેવા માટે મુકામ અતિથિઓને-સાધુઓને આપવુ તે અતિથિસ’વિભાગ નામનુ' વ્રત છે.
હુ ંમેશા જે સત્ પ્રવૃત્તિમાં જ લયલીન હૈાય છે, તે અતિથિ કહેવાય છે. અને સવિભાગ એટલે પેાતાને માટે તૈયાર કરેલા શુદ્ધ, નિર્દોષ, ખાન, પાન વજ્ર ઔષધ વિગેરે દેશ, કાલ, શ્રદ્ધા, સત્કાર, ક્રમ, પાત્ર, વગેરેને ધ્યાનમાં લઈને ઉચ્ચ પ્રકારની ભકિત વડે કેવળ આત્મ કલ્યાણની બુદ્ધિથી પચ મહાવ્રતધારી મુનિરાજને દાન આપવું તે અતિથિસ વિભાગ કહેવાય છે. સંયમનુ' તથા શરીરનુ` રક્ષણ કરવા માટે તથા શીત, તાપ, ડાંસ, મચ્છરાદિના ઉપદ્રવને દૂર કરવા માટે સાધુઓને વસ્ત્ર દાન આપવાની જરૂર છે. તે સિવાય ધમ ધ્યાનમાં સ્થિરતા રહી શકતી નથી.તેજ પ્રમાણે રહેવાને મુકામની પણ જરૂર છે. પાત્ર સિવાય અન્ન પાણી લેવામાં અને આહાર કરવામાં અડચણ પડે છે, માટે પાત્ર દાનની જરૂર છે. ચાર પ્રકારમાંથી કોઇપણ જાતનું દાન આપવું, તે ભવ સમુદ્રમાંથી તારનારૂં' બને છે. ઉત્તમ મુનિને દાન આપવાના પ્રભાવથી સ’ગમક નામના વાછરડાંને પાળવાવાળા(શાલીભદ્રના પૂર્વ ભવના જીવ) ચમત્કાર ઉત્પન્ન કરે તેટલી સપત્તિ પામ્યા હતા.