________________
હોય છે. તે મર્યાદાને દિવસ, રાત્રિ, કે પ્રહર પૂરતી વધુ ટુંકાવવી તેનું નામ દેશાવકાશિક વ્રત છે, આ દેશાવકાશિક વ્રતમાં માત્ર દિશાનું જ પરિમાણ છે એમ નહિ પણ ઉલ્લક્ષણથી ભોગપગોગ વ્રતના પણ સંક્ષેપે આ વ્રતમાં કરવામાં આવે છે. તે સર્વને દેશાવકાશિક કહે છે.
૩ પૌષધ વ્રત. અષ્ટમી ચતુર્દશી આદિ ચાર પર્વમાં ઉપવાસાદિ તપ કરે, પાપવાળા સદેષ વ્યાપારને ત્યાગ કરે, બ્રહ્મચર્ય પાળવું અને સ્નાનાદિ શરીરના સંસ્કારોને ત્યાગ કરવો એમ પૌષધ વ્રત ચાર પ્રકારનું છે. ધર્મનું પિષણ કરે તે પૌષધ, આ ચારે પ્રકારના પૌષધ સર્વથી અને દેશથી એમ બે પ્રકારે થાય છે. તેમાં પૂર્વાચાર્યોની પરંપરાએ હાલમાં આહાર પિષધ સર્વથી અને દેશથી તથા બાકીના પૌષધ સર્વથી જ થાય છે. આહાર પૌષધમાં ચઉવિહાર ઉપવાસ તે સર્વ પૌષધ છે. અને તિવિહાર ઉપવાસ, આયંબિલ, નિવિ, એકાસણું વગેરે દેશ પૌષધ છે, અન્યવ્રતની અપેક્ષાએ આ વ્રતમાં ત્યાગની તાલીમ વિશેષ મળે છે, સાધુ જીવનની પવિત્રતાને આંશિક પરિચય થાય છે, કારણ કે તેથી યાજજીવનું નહિ તે પણ ચાર પ્રહાર કે આઠ પ્રહરની મર્યાદાવાળું સામાયિકનું જ આચરણ થાય છે. - ગૃહસ્થપણામાં રહીને પણ દુખે કરીને પાળી શકાય એવું પવિત્ર પૌષધ વ્રત જે પાળે છે, તે ચુલની પિતાની પેઠે ધન્યવાદને પાત્ર છે.