________________
૨૮૪
થયેલી મીઠાઈ વગેરે. ઉપરાંત હિમ (બરફ), કરા, સર્વ પ્રકારનું વિષ, કાચી માટી વગેરે, તુચ્છ ફળ-જેમાં ખાવાનું અલ્પ અને ફેંકી દેવાનું ઘણું હોય તે. સંધાનક–બળ અથાણું વિગેરે, બહુ બીજ અને રીંગણાં વિગેરે અભક્ષ્ય સમજવાં. અભક્ષ્યનું સ્વરૂપ સમજી સૌ કોઈએ એ પાપમાંથી બચવા પ્રયત્ન કરવાની જરૂર છે. કારણ કે ધર્મમાં દયા ધર્મ જ મુખ્ય છે, એમ જાણીને ભક્ષ્ય પદાર્થોને વિષે વિવેક બુદ્ધિવાળો શ્રાવક અનુક્રમે સંસારમાંથી મુક્ત થાય છે.
નિરર્થક પાપમાંથી બચવા માટે શ્રાવકેએ ભોગ અને ઉપભેગોની વસ્તુનું પરિમાણ પણ કરવું જોઈએ. અને તે માટે નીચે જણાવેલ ઔદ નિયમોને સવાર-સાંજ ધારવા અને સંકેલવાની જરૂર છે.
ચૌદ નિયમની વિગત. ૧ સચિત્ત-દિવસમાં જેટલા સંચિત્ત દ્રવ્ય મુખમાં નાંખવા હોય તેની સંખ્યા નકકી કરવી.
૨ દ્રવ્ય–જુદા જુદા નામવાલી અને સ્વાદવાલી -જેટલી ચીજો ખાવી હોય તેની સંખ્યા ધારવી.
૩ વિગય–ઘી, ગોળ, દૂધ, દહીં, તેલ અને કડા એ છ વિગય માંથી નિરંતર એક વિનયને (મૂળથી અથવા કાચીને) ત્યાગ કરે.
૪ ઉપાનહ–જેડા, ચંપલ, મજા, પાવડી વિગેરેની સંખ્યા ધારવી.