________________
૨૮૬
વાઉકાય–પંપા, હીડેલા, વિગેરેનું પરિમાણ કરવું.
વનસ્પતિ–ઉપયોગમાં આવતી લીલેરીનું નામથી તથા તેલથી પરિમાણ કરવું.
અસિ–સોય, કાતર, સુડી, આદિ વાપરવાની સંખ્યાનું પરિમાણ કરવું.
મસી-ખડીયા, કલમ વગેરે વાપરવાની સંખ્યા ધારવી.
કૃષિ-હળ, કુહાડા, પાવડી, કેસ વિગેરે વાપરવાની સિંખ્યાનું પરિમાણ કરવું.
જગતમાં ખાવાની, પીવાની, ઓઢવાની અને વાપરવાની અનેક ચીજો છે. તે સમસ્ત વસ્તુઓને ભેગવટે આપણે એકી સાથે કરતા નથી અને કરી શકવાના પણ નથી. છતાં પણ પચ્ચખાણ (પ્રતિજ્ઞા) ના અભાવે તે વસ્તુ ઉપર આપણી ઈચ્છાઓ ચટેલી જ રહે છે. એટલે તે ઈચ્છાઓ દ્વારા આપણે આત્મા તે તે વસ્તુઓને નહિ ભેગવવા છતાં પાપને ઉપાર્જન કર્યા કરે છે. અર્થાત નાહકમાં તે પાપથી આત્મા લેપાય છે. એટલે તે સમસ્ત પાપમાંથી મુક્ત થવા માટે દરેક શ્રાવક શ્રાવિકા ઉપર જણાવેલ નિયમનું હંમેશ પાલન કરવું જોઈએ. તે જ મુજબ પંદર કર્માદાનેના વ્યાપારને પણ ત્યાગ કરે - અત્યંત જરૂરી છે. એક આત્મા કાંઈ પંદરે જાતના વ્યાપાર કરતું નથી. છતાં તેને ત્યાગ નહિ હેવાથી તે પાપને પટેલે પણ નાહક આપણું આત્મા ઉપર ચડાવીએ છીએ.