________________
૨૭૧
પણ પરિગ્રહ તેને નિર્મૂળ કરી નાખે છે, પરિગ્રહને છેડ્યા વિના જ જે મેાક્ષની કામના કરે છે તે બે ભુજાથી મેટા સમુદ્ર તરવાની ઈચ્છા કરે છે. જે ખાદ્ય પરિગ્રહ ઉપર નિય‘ત્રણ ન કરી શકે તે આંતર પરિગ્રહ ઉપર નિયયંત્રણ કરવા સમર્થ થતા નથી. તેથી સુખના અથીએ પરિગ્રહ ઉપર નિય’ત્રણ કરવું જરૂરી છે.
ત્રણ ગુણવ્રતા 98 (૧) દિક્ વિરતિ–(દિશાના નિયમ)
ગૃહસ્થના પાંચ અણુવ્રતાનું વર્ણન ઉપર થઈ ગયું. હવે ત્રણ ગુણ વ્રત કહેવામાં આવે છે. ગુણવતા અણુવ્રતાને ગુણુ ઉત્પન્ન કરનારા છે. આ છઠ્ઠું વ્રત પહેલા અહિંસા વ્રતને વિશેષ ફાયદાજનક છે. દ્વિગુવિરતિ એટલે દશે દિશાએમાં અમુક ક્ષેત્રમાં જ પ્રવૃત્તિ કરવાની મર્યાદા નક્કી કરવી તે. ગૃહસ્થ તપેલા લેઢાના ગેાળા જેવા છે. તે હંમેશાં આરંભ અને પરિગ્રહ યુક્ત રહેતા હેાવાથી જ્યાં જાય છે ત્યાં જીવાની પીડામાં નિમિત્ત ભૂત બને છે, તેથી તે પોતાની પ્રવૃત્તિને દિશા પરિમાણથી મર્યાદિત કરે, તા તેટલા ભાગથી બહાર જીવહિ'સાદિ પાપ તેનાથી થતાં અટકે છે. જે માણસ દિગ્ વિરતિ વ્રત લે છે તે આખા જગતનું આક્રમણ કરવા ધસતા લાભ સમુદ્રને આગળ વધતા અટકાવી દે છે.
ભાગેાપભાગમાન (બીજું ગુણવ્રત)
શક્તિ પ્રમાણે જે વ્રતમાં ભાગેાપભાગની સખ્યા નક્કી