________________
ર૭ર
કરવામાં આવે છે તે ભેગોપભેગમાન નામનું બીજું ગુણવત કહેવાય છે. એક જ વાર ભેગવી શકાય તેવા અન્ન, પુષ્પમાલ, તાંબુલ, વિલેપન વિગેરે ભેગ કહેવાય છે અને જે વારંવાર ભેગાવી શકાય તેવા વસ્ત્ર, અલંકાર, ઘર, શય્યા, આસન, વાહન વિગેરે ઉપભેગ કહેવાય છે. ભેગવવા યોગ્ય પદાર્થોનું પરિમાણ નક્કી કરવાનું હોય છે. પરંતુ ભગવાને અયોગ્ય પદાર્થોને સર્વથા ત્યાગ જ કરવાનું હોય છે. - સર્વથા ત્યાગવા ગ્ય પદાર્થો
દરેક જાતને દારૂ, માંસ, માખણ, મધ, ઉંબરાદિ પાંચ જાતના ટેટા, અનંતકાય, કંદમૂલાદિ) અજાણ્યા ફળ, રાત્રિભેજન, કાચા દુધ, દહીં તથા છાસની સાથે કઢેળ (દ્વિદળ) ખાવું તે, વાસી અનાજ, બે દિવસ ઉપરાંતનું દહીં અને ચલિત રસવાળું અનાજ. આ બધું જૈન શાસનમાં અભક્ષ્ય ગણાય છે. ઉપર કહેલા અભક્ષ્ય કે અનંતકાય એ એવી જાતના પદાર્થો છે કે તેનું ભજન કરનાર આત્મા પૂર્વજો. તીવ્ર પુણ્યદય ન હોય તે ભાગ્યે જ આગંતુક રોગોને ભંગ થતે બચી શકે.
આહાર તે ઓડકાર વિશુદ્ધ જીવન જીવવા માટે વિશુદ્ધ મન જોઈએ, વિશુદ્ધ મન માટે વિશુદ્ધ અન્ન જોઈએ. આપણે ત્યાં કહેવત છે કે “આહાર તે ઓડકાર તેમ જર્મન આદિ દેશમાં પણ તેવા જ પ્રકારની કહેવત છે કે માણસ જેવું ખાય તેવું