________________
૨૫૮
માનીને કરેલી હિંસા પણ કુલને નાશ કરનારી થાય છે. વંશપરંપરાથી ચાલતી આવેલી હિંસાને પણ જે તજી દે છે તે કાલસૌકરિકના પુત્ર સુલસના જે પ્રશંસાપાત્ર થાય છે. માણસ હિંસાને ત્યાગ ન કરે ત્યાં સુધી તેને ઈન્દ્રિય નિગ્રહ, દેવગુરૂની ઉપાસના, તથા દાન, અધ્યયન અને તપ વગેરે શુભ કર્મો પણ નિષ્ફળ જાય છે, મહાન ખેદની વાત છે કે હિંસાપ્રધાન શા ઉપદેશનારા લેભથી આંધળા થયેલા નિર્દય લેકો, મુગ્ધ બુદ્ધિવાળા બિચારા વિશ્વાસુ ભેળા લકોને નરકમાં પાડે છે. દેવોને બલિદાન આપવાના બહાનાએ અથવા યજ્ઞને બહાને જેઓ નિર્દય થઈને પ્રાણીઓને મારે છે તેઓ ઘોર દુર્ગતિને પામે છે. સર્વજવે ઉપર સમભાવ, શીલ અને દયારૂપ મૂળવાળા જગતકલ્યાણકારી ધર્મને ત્યાગ કરી, મંદબુદ્ધિ કે એ હિંસા પણ ધર્મને માટે કહેલી છે, એ કેવી નવાઈની વાત છે? ખરી વાત તે એ છે કે જે માણસ અન્ય પ્રાણિઓને અભયદાન આપે છે, તેને જ પ્રાણીઓ તરફથી ભય રહેતું નથી કારણ કે જેવું આપ્યું હોય તેવું જ ફળ મળે છે, એ નિયમ છે.
હિંસા અહિંસાના વિષયમાં કેટલાક એવું કહે છે કે હિંસક પ્રાણીઓને નાશ કરવામાં પાપ નથી. તેના સમર્થન નમાં તેઓ કહે છે કે એક હિંસક પ્રાણીને મારવાથી તેને હાથે મરનારાં અનેક પ્રાણીઓનું રક્ષણ થાય છે, પણ તે માન્યતા ખોટી છે. કારણ કે જગતમાં હિંસક નહિ એવું કોણ છે? ઉપરાંત ધર્મનું મૂળ અહિંસા છે, હિંસા