________________
“બ્રસ જીવેની હિંસા ન કરવી”—એમ કહેવાને હેતુ એ છે કે ગૃહસ્થાશ્રમમાં સંપૂર્ણ અહિંસાનું પાલન શાય નથી અને એ કારણે જ જેમણે સંપૂર્ણ અહિંસાનું પાલન કરવું હોય તેમણે ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી શ્રમણ અવસ્થા સ્વીકારવી જોઈએ. ગૃહસ્થને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ વિગેરે એકેન્દ્રિય જીની સાથે રાત્રિ દિવસ કામ લેવું પડે છે, તેથી તેઓને હિંસાથી બચવું મુશ્કેલ છે. છતાં દયાળુ શ્રાવક તે જીવે ઉપર નિરપેક્ષતે હોય જ નહિ. અર્થાત્ વગર પ્રજને તેમની પણ હિંસા ન કરે. તેમ તેઓના ઉપર નિર્દયતા હેય નહિ. ન છૂટકે કામ કરવું પડે. છે, તેમાં ત્રસ જીવની યતના તે ગૃહથી બની શકે છે. એટલે ત્રસ જીવેની હિંસાની વિરતિ બતાવી.
“સંક૯પથી હિંસાને ત્યાગ કર’–એમ કહેવાનો હેતુ એ છે કે અણુવ્રતથી શ્રાવક રસ્તામાં જેઈને ચાલે છે, પિતાની પ્રવૃત્તિ કાળજીથી કરે છે, છતાં કાયાની અસ્થિરતાના કારણે, તથા વ્યાપાર વણજ, ખેતી વગેરે આરંભ આદિના કારણે કેઈ જાની વિરાધના તેનાથી થઈ જાય છે. તે અહીં આવા પ્રસંગમાં જીવને જાણી જોઈને મારવાને તેને ઈરાદો નથી, તેથી વ્રતને ભંગ થતું નથી. ઈરાદા. પૂર્વક મારવાના અધ્યવસાયપૂર્વક જાણે જોઈને મારી નાખવે તે સંક૯પથી માર્યો કહેવાય.
આ રીતે “નિરપરાધી ત્રસ જીવેને સંકલ્પ પૂર્વક મારવાની બુદ્ધિથી ન મારવા ” એ ગૃહસ્થની. પ્રથમ વતની (અહિંસા વતની) મર્યાદા છે.