________________
૨૬૫
તથા સત્યવ્રત રૂપ મહાધનવાળા જે જીવે અસત્ય બેલતા નથી, તેઓને દુઃખ આપવા માટે ભૂત, પ્રેત કે સર્પ વિગેરે કઈ સમર્થ થઈ શકતા નથી. દેવે પણ તેમને પક્ષપાત કરે છે. રાજાએ આજ્ઞા માન્ય કરે છે અને અગ્નિ વિગેરે પણ તેમના સત્યના પ્રભાવે શીતળ થઈ જાય છે. આ બધે સત્યને પ્રભાવ છે.
(૩) અચૌર્ય ધણીની રજા સિવાય પારકી વસ્તુ લેવારૂપ ચોરીને ત્યાગ કરે એ ગૃહસ્થનું અસ્તેય વ્રત નામનું ત્રીજું અણુવ્રત છે. ચોરીના ફળરૂપે દુર્ભાગ્ય, ગુલામી, દાસત્વ, અંગછેદ અને દરિદ્રતા વિગેરે પ્રાપ્ત થાય છે એમ જાણી કેઈનું પડી ગયેલું, ભૂલાઈ ગયેલું, ખોવાઈ ગયેલું, થાપણ કરેલું અને દાટેલું આ સર્વ પરનું ધન બુદ્ધિમાન એ ધણીના આપ્યા વિના કદીપણ લેવું નહિ. જે માણસ પારકાનું ધન ચોરે છે, તેણે તેનું ધન જ લૂટ્યું છે એટલું જ નહિ પણ તેની સાથે તેણે તેને આ લેક, પરલેક, ધર્મ, ધૈર્ય, ધતિ અને મતિ પણ ચોરી છે. તાત્પર્ય એ છે કે ધન લુટાયાની ગમગીનીમાં તેને આ ભવ બગડે છે, ધીરતા રહેતી નથી, શાન્તિમાં ખલેલ પડે છે અને બુદ્ધિ ગુમ થઈ જાય છે. માટે ધન ચેરનારે તેની આ સર્વ વસ્તુઓને પણ નાશ કર્યો છે એમ સમજવું. ચેરીનું ફળ આ લેકમાં વધ, બંધારિરૂપે મળે છે અને પરલોકમાં નરકની વેદના ભોગવવી પડે છે. ચોરી કરવાવાળો માણસ દિવસે કે રાત્રે,